તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ જીલ્લાના મધ્ય ગીર ગણાતાં માળિયા હાટિના, મેંદરડા અને તાલાળાની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જીલ્લાના મધ્ય ગીર ગણાતાં માળિયા હાટિના, મેંદરડા અને તાલાળાની વચ્ચેે દરિયાની સપાટીથી 900 ફૂટ ઉચાઇએ કનડા ડુંગર આવેલો છે જ્યાં નવાબના કર વધારા સામે સત્યાગ્રહ કરનારા 84 કરતાં વધુ મહિયા દરબારોની શહીદીનાં સ્મારક આવેલા છે. ઇતિહાસકારો અને મહિયા દરબારના પૂર્વજોના જણાવ્યાનુસાર શહિદી વહોરનાર 24 ગામના મહિયા દરબારો જમીનના કર વધારવા સામે જૂનાગઢના નવાબ સામે 1 મહિનાે સત્યાગ્રહ પર બેઠા હતા. ત્યારે 28 જાન્યુ 1883 ના રોજ કર મુદ્દે નવાબે સમાધાન કરવાનું કહી 700 સૈનિકાેને કનડા ડુંગર મોકલી મહિયા દરબારોને તોપથી મારી નાખ્યા હતા. આમ ડુંગરની આસપાસ કુલ 350 કરતાં વધુ મહિયા દરબારોએ ભારતના ઇતિહાસનાં સૌપ્રથમ સત્યાગ્રહમાં અમરાબાપુની આગેવાની હેઠળ શહિદી વહોરી હતી. ત્યારથી આ ડુંગર શહીદોની ભૂમી બની છે. આ જગ્યાને ઓઢા જામ અને પદમણીની પ્રેમકથાનું સ્થળ પણ માનવામાંં આવે છે. પ્રકૃતિની દ્રષ્ટિએ આ પર્વત જંગલમાં આવેલો છે. તેથી સિંહ, માેર તેમજ દીપડા જેવા પ્રાણીઓ અને પશુ પક્ષીઓની અહીં સતત હાજરી હોય છે.

અન્ય સમાચારો પણ છે...