ભુતનાથ મંદિરના મહંતે અંધ છાત્રોને ભોજન કરાવી બાદમાં વસ્ત્રોનું દાન કર્યુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રીના પહેલા નોરતે ભુતનાથ મહાદેવ મંદિરના મહંત વસંતગીરી બાપુએ વાડલા ફાટક પાસે આવેલ રાષ્ટ્રીય અંધજન મંડળના અંધ દિકરા-દિકરીઓ તેમજ અંધ વૃધ્ધજનોને ભોજન કરાવી વસ્ત્રોની દક્ષિણા અાપી હતી. ભુતનાથ મંદીર ખાતે નવરાત્રીનાં પ્રથમ દિવસે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંદીરનાં મહંતે તમામ અંધ દિકરા-દિકરીઓ અને વૃધ્ધજનોને વસ્ત્રદાન રૂપે દિકરીઓને ડ્રેસ તથા ભાઇઓને કપડાની જોડી તેમજ દરેકને 100 રૂપિયા દક્ષિણા આપી હતી. આ પ્રસંગને સફળ બનાવવા મંદિરના સેવક કથાકાર મનોજભાઇ ભટ, ગોવિંદભાઇ, પી.પી.કાકા જહેમત ઉઠાવી હતી. આ તકે અંધજન મંડળના ઉપપ્રમુખ ચિરાગભાઇ રીંબડીયાએ બાપુના આશિર્વાદ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...