તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેળાના કાર્યક્રમોમાં પ્રપંચીઓને લીધે મહામંડલેશ્વર વ્યથિત થયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંતોની નગરપ્રવેશ યાત્રા સહિતના કેટલાક પ્રસંગો વખતે જૂના અખાડાનાંજ કેટલાક લોકો દ્વારા અવગણનાને લઇને મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી વ્યથિત થયા છે. સરકારે કુંભ મેળા માટે જે 15 કરોડ અને ગિરનારની સીડી માટે 6 કરોડની રકમ ફાળવી છે એ કેવળ મારી અને સંતોની માંગ થકી થાય છે. એમાં રાજી થવાને બદલે કેટલાક લોકો દુ:ખી થાય છે. આથી હું પણ વ્યથિત છું. સરકાર પાસેથી અમે પૈસા લઇ આવ્યા. પણ આગેવાની લેવામાં તકલીફો અનુભવવી પડી રહી છે. ગઇકાલે 3-4 ઘટનાઓ એવી બની એટલે હવે આગળનાં એકેય કાર્યક્રમોમાં આવવાની મારી ઇચ્છા નથી. એમ જૂના અખાડાનાં મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીએ જણાવ્યું હતું.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે સવારે ધ્વજારોહણમાં હું ધર્મધજાનું અપમાન ન થાય એટલે આવ્યો હતો. જો તમે ન કરી શકો તો જે કરે છે તેને જોઇને તો રાજી થાવ. દુ:ખી શા માટે થાવ છો ω એવો માર્મિક સવાલ તેમણે ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો