તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ, જીરું અને ઘઉંના પાકને નુકસાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કમોસમી વરસાદને જાણે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ગોઠી ગયું છે અને એક પછી એક પર્વ પર હાજરી પૂરાવ્યા બાદ હવે ઉત્તરાયણ પર પણ હાજરી પૂરાવવા આવી ગયો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના શહેરોમાં સવારથી હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા. જો કે ભાવનગરમાં માત્ર ધ્રાબડિયો માહોલ રહ્યો હતો. વરસાદથી વાતાવરણ અૌર ટાઢુંબોળ બની ગયું હતું. તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો અને ઘઉં તેમજ જીરુંના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

મોરબીના નાના વાવડી, બિલિયા, શનાળા, રવાપર, જેતપર, માળિયા, વેણાસર, ખાખરેચી, કુંભારિયા, હળવદ, માનગઢ, ટીકર અને અજિતગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગામડામાં શેરીમાંથી પાણી ફરી વળ્યા હતા. ધોરાજીમાં સવારના જ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બની ગયા હતા. ભાયાવદરમાં સવારથી ધુમ્મસ તેમજ ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે જોરદાર વરસાદનું ઝાપટું વરસી ગયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત જામનગરના ગ્રામ્ય પંથકમાં સોમવારે વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંને લીધે રસ્તે જતા લોકોએ થોડીવાર માટે દુકાનોના છાપરા નીચે આશરો લેવો પડ્યો હતો. અમરેલી, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ સવારના પહોરમાં વાદળછાયા માહોલ સાથે વરસાદ વરસ્યો હતો. જેને લીધે ખેડૂતોમાં ચિંતા પેઠી હતી. વરસાદને લીધે દિવસભર ટાઢોડું છવાયું હતું.

કચ્છના આડેસર, ભચાઉ, ભુજ, દયાપર, નારાયણ સરોવર ખાતે મધરાતથી સવાર સુધી હળવા છાંટા વરસ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો