તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજતાર ઢીલા|તણખો ખરવાથી ઘઉં ખાક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેવદ્રામાં 7 વીઘાના ઘઉં આગમાં થયા ભસ્મીભૂત

કેશોદ | કેશાેદના કેવદ્રા ગામની બાયપાસ નજીક આવેલ દલની સીમમાં આવેલ રમણીકભાઇ નાથાભાઇ કલાેલાના ખેતરના 7 વીઘા ઘઉં આગ લાગવાથી બળીને રાખ થયાં હતાં. આગજની સમયે આસપાસમાં હાજર ખેડુતાેએ દાેડી આવી હાથવગાં નાળીયેરી ના તાલા અને પાણીનાે મારાે ચલાવી આગને કાબુમાં લીધી હતી તેમ છતાં ભારે પવનને કારણે આગના વિરકરાળ સ્વરૂપે આશરે 20 ખાંડી જેટલા ઘઉ ભસ્મીભૂત કરી નાખ્યા હતાં. તાજેતરમાં અગતરાયના 4 ખેડુત તેમજ ઇસરાના 2 ખેડુતના ઘઉં વીજ તાર અથડાતાં તણખા પડતાં સળગી ઉઠ્યા જેમાં ખેડુતાેએ અગાઉ કરેલા આક્ષેપ મુજબ પીજીવીસીએલ દ્વારા મેન્ટેનન્સ ન કરવામાં આવતાં ઢીલા તાર ભારે પવનથી અથડાવાથી તણખાં જરતાં વિકરાળ આગે ખેડુતાેના ઉભા પાકને ભારે નુકશાન પહાેંચાડ્યું જે બદલ ખેડુતાે આર્થીક વળતરની માંગ કરી રહ્યા છે.

કેશોદ નજીક જૂનાગઢ-વેરાવળ રોડ પર 8 વીઘાનાં ઘઉં બળી ગયા

કેશોદ | કેશાેદ નજીક જૂનાગઢ -વેરાવળ રોડ પર આવેલ એક ખેતરમાં 11 કેવીની વીજ લાઇન પસાર થતી હોય જેમાં શોર્ટસર્કિટથી આ આગ લાગતા 8 વીઘાના ઘઉં બળી ગયા હતાં. ત્યારબાદ આ આગ પ્રવિણભાઇ લાડાણીનાં ખેતરમાં પહોંચી હતી. અને 14 વીઘાનાં ઘઉં બળીને ખાક થઇ ગયા હતાં. અને આ બંને ખેડુતોને નુકસાન સહન કરવું પડયું હતું.


બળી ગયેલ ઘઉંનું ખેડૂતોને બે મહિનામાં વળતર ચુકવાશે

પીજીવીસીએલ ગ્રામ્ય 2 ના ડે. ઇજનેર ચારેલે જણાવ્યુ હતુ કે, વંટાેળિયાના કારણે વીજ તાર અડગતાં સ્પાર્ક થતાં આગ લાગી હતી. વધુમાં જણાવ્યું કે વીજ કંપની દ્વારા વીમાે લેવાતાે હાેય તેથી જે દિવસે ઘઉંમાં આગ લાગી તે દિવસના ભાવતાલ ધ્યાને રાખી તમામ ખેડુતાેને 2 મહિનામાં વળતર ચુકવવામાં આવશે.} પ્રવિણ કરંગીયા
અન્ય સમાચારો પણ છે...