તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને આજીવન કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાં મોટી મોણપરી ગામે રહેતો રમેશ ભીખા સોલંકી નામના શખ્સે પોતાનાજ ઘરની નજીક રહેતા મિત્રની 13 વર્ષની તરુણ વયની પુત્રી પર નજર બગાડી હતી. મિત્ર અતે તેની પત્ની રાહતકામે ગયા હતા. ત્યારે મે 2017 દરમ્યાન સવારે 10 વાગ્યે તે ઘેર આવ્યો હતો. અને તરુણીને ઘરની પાછળના ભાગે લઇ જઇ તેના પર દુષ્કર્મ આચરી બાદમાં જો કોઇને કહીશ તો તારા ભાઇ અને પિતાને મારી નાંખીશ એવી ધમકી આપી હતી. આથી તરુણી ચૂપ રહી હતી. જોકે, ચારેક માસ બાદ તેનું પેટ ઉપસેલું જોતાં તેના માતા-પિતાએ પૂછતાં તેણીએ રડતાં રડતાં પોતાની વિતક કહી હતી. આથી તરુણીની માતાએ રમેશ સામે વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, ફરિયાદ થઇ એ વખતે તરુણીનું વજન ઓછું અને ગર્ભ 4 માસનો હોવાથી ગર્ભપાત થઇ શકે એમ નહોતો. આથી તેને જૂનાગઢનાં શીશુમંગલમાં રખાઇ હતી. જ્યાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. કોર્ટનાં આદેશથી પુત્ર અને રમેશનો ડીએનએ ટેસ્ટ કરાવાયો હતો. જેમાં રમેશજ તેનો પિતા હોવાનું ફલિત થયું હતું. આ અંગેનો કેસ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સ્પેશિયલ જજ ટી. ડી. પડીઆએ સરકારી વકીલ એન. કે. પુરોહીતની દલીલોને ધ્યાને લઇ રમેશ ભીખા સોલંકીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ. 50,000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સખ્ત કેદની સજા ફરમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...