• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • માજી ધારાસભ્ય, મામલતદાર, ટીડીઓ તેમજ સરપંચની હાજરીમાં 4 લાખનો ચેક અર્પણ કરાયો

માજી ધારાસભ્ય, મામલતદાર, ટીડીઓ તેમજ સરપંચની હાજરીમાં 4 લાખનો ચેક અર્પણ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામે રહેતો અને વડીયામા દુકાન ધરાવતો યુવક બે દિવસ પહેલા વડીયાથી બરવાળા બાવળ ગામે જતો હતો ત્યારે નદીના કોઝવેમા પુરના પાણીમા બાઇક સાથે તણાઇ જતા તેનુ મોત નિપજયું હતુ. ત્યારે આજરોજ મૃતક યુવકના પરિવારને અકસ્માત મૃત્યુ સહાય યોજના અંતર્ગત રૂપિયા ચાર લાખનો ચેક અર્પણ કરાયો હતો.

બરવાળા બાવળ ગામે રહેતા જીતેન્દ્રભાઈ લીંબાભાઈ પાનસુરિયા (ઉ.વ.32) વડિયા ગામે પોતાની દુકાન ગત તા.12,7,2018 ના રોજ સાંજે દુકાન બંધ કરી પોતાના ગામે જઇ રહેલ ત્યારે બરવાળા ગામના પટાંગણમાં આવેલ નદીના કોઝવેમા ભારે પુર આવી જતા બાઇક સાથે તણાઈ ગયો હતો. જેની લાશ એન.ડી.આર.એફ.ની ટીમે મહા મહેનત કરી છેક દેવળકી ગામ પાસેથી શોધી કાઢી હતી. ત્યારે તાત્કાલિક ધોરણે ભાજપ સરકારની અકસ્માત મૃત્યુ સહાય યોજનાનો ચેક વડીયાના માજી ધારાસભ્ય બાવકુભાઈ ઊંધાડ, મામલતદાર એ.કે.ચુડાસમા તેમજ ટીડીઓ માળવીયા તેમજ વડિયાના માજી સરપંચ વિપુલ રાંક, તાલુકા પંચાયતના સદસ્ય તુષાર ગણાત્રા અને દિનેશભાઇ રામાણીએ મૃતક જીતેન્દ્રભાઈના પત્ની શારદાબહેન પાનસૂરિયાને રૂપિયા ચાર લાખનો ચેક અર્પણ કર્યો હતો અને પરિવારને સાંત્વના પાઠવી હતી. તસ્વીર- જીતેશગીરી ગોસાઇ

અન્ય સમાચારો પણ છે...