તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ભગવાન સ્વામી નારાયણની અંતરધ્યાન તિથીએ 200 કિલો શાકભાજીનો શાકોત્સવ ઉજવાયો

ભગવાન સ્વામી નારાયણની અંતરધ્યાન તિથીએ 200 કિલો શાકભાજીનો શાકોત્સવ ઉજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંભગવાન સ્વામી નારાયણની 187 મી અંતરધ્યાન તિથિએ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સાબલપુર ચોકડી સ્થિત જ્ઞાનબાગ ગુરૂકુલ ખાતે ઉજવણી પ્રસંગે ગુરૂકુલના સંચાલક જ્ઞાન સ્વરૂપસ્વામી , ભક્તિ વલ્લ્ભ સ્વામી ,હરિનારાયણ સ્વામી, પ્રિતમ સ્વામી, નંદકિશોર સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતી રહી હતી . 187 મી અંતરધ્યાન તિથિ નિમીતે 950 થી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સવ દરમિયાન સત્સંગ મંડળ દ્રારા પ્રોજેકટર પર ભગવાન સ્વામી નારાયણના ચરિત્ર તેમજ અંતરધ્યાન થયા તેમનું ફિલ્માંકન અને વ્યસન મુક્તિ અંગેની ફિલ્મ બતાવવામાં આવી હતી. તકે પ્રોફેસર પ્રફુલભાઇ વાવલીયાના પુત્ર ડો. ધવલ વાવલીયા ને એમડીના ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મળતા ભવ્ય ધર્મશભા અને શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હરિભક્તોએ લાભ લીધો હતો.શાકોત્સવમાં 200 કિલો શાકભાજીનો તેમજ અનાજનો વપરાશ થયો હતો.

શાકોત્સવમાં કેટલી સામગ્રી વપરાઇ ?

શાકોત્સવનીઉજવણીમાં 70 કિલો રીંગણા,130 કિલો બટેટા, 120 કિલો બાજરાનો લોટ,5 કિલો શુધ્ધ ઘી તેમજ 60 લી. છાશ અને 5 કિલો ચણાના લોટની કઢી બનાવવામાં આવી હતી જયારે 80 કિલો ચોખા, 5 કિલો ફલાવર, 5 કિલો કોબી, 5 કિલો ટમેટા અને 10 કિલો બટેટાની સામગ્રીમાંથી સ્વામી નારાયણ ખીચડી બનાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...