તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જર્જરીત સત્યમ બિલ્ડીંગને રીપેર કરવા અથવા ઉતારી લેવા નોટીસ

જર્જરીત સત્યમ બિલ્ડીંગને રીપેર કરવા અથવા ઉતારી લેવા નોટીસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાગિરનાર દરવાજા રોડ પરની પાંજરાપોળ સામે આવેલ સત્યમ બિલ્ડીંગ અત્યંત જર્જરીત બની ગયું છે. કોઇ પણ કુદરતી આપદામાં બિલ્ડીંગ ધરાશાયી થાય તેવી સંભાવના હોય કોર્પોરેશન તંત્રએ બિલ્ડીંગના રહેવાસીઓને નોટીસ પાઠવી છે અને દિવસ 10માં રીપેર કરવા અથવા ઉતારી લેવા મુદ્દત આપી છે.

ભારે વરસાદ, વાવાઝોડું કે ભૂકંપનાે સામાન્ય ઝટકો આવે તો પણ અા બિલ્ડીંગો જમીન દોસ્ત થઇ જાય તેવી સ્થિતી જોવા મળી રહી છે. આવું એક બિલ્ડીંગ જૂનાગઢના ગિરનાર દરવાજા રોડ વિસ્તારમાં આવેલું છે. ચાર માળની ઇમારતમાં અનેક પરિવારો રહે છે પરંતુ બિલ્ડીંગ અત્યંત જર્જરીત બની ગયું છે જેના કારણે બિલ્ડીંગની અંદર રહેતા લોકોના જીવ પર જોખમ રહેલું છે. અંગેનો દિવ્ય ભાસ્કરે સચિત્ર અહેવાલ રજૂ કર્યો હતો જેના પગલે કોર્પોરેશન તંત્રએ બિલ્ડીંગના રહેવાસીઓને નોટીસ પાઠવી છે.

નોટીસમાં જણાવાયું છે કે 10 દિવસમાં બિલ્ડીંગને રીપેર કરવામાં આવે અથવા ઉતારી લેવામાં આવે. જાે અંગે કોઇ કાર્યવાહી નહીં થાય તો બાદમાં કોર્પોરેશન તંત્ર કાર્યવાહી કરશે.

કોર્પેારેશન તંત્રએ 10 દિવસમાં કાર્યવાહી કરી રીપોર્ટ કરવા તાકીદ કરી

અન્ય સમાચારો પણ છે...