તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘટનાની તપાસ માટે સીઆઇડી આવી પહોંચી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાનાંમોટા સમઢિયાળા ગામે દલિત પરિવાર પર અત્યાચારની ઘટનાની તપાસ રાજ્ય સરકારે સીઆઇડી ક્રાઇમને સોંપી છે. ત્યારે અાજે સીઆઇડી ક્રાઇમની ટુકડી મોટા સમઢિયાળા આવી પહોંચી હતી.

સીઆઇડી ક્રાઇમનાં વિશેષ મહિલા એસપી સુજાતા મુઝમુદાર અને એસપી એસ. એસ. ત્રિવેદીની આગેવાની હેઠળ સીઆઇડી ક્રાઇમની ટુકડી મોટા સમઢિયાળા આવી પહોંચી હતી. અને ઘટનાસ્થળની મુલાકાત લઇ કેસનાં કાગળોનો અભ્યાસ કર્યો હતો. સીઆઇડી ક્રાઇમનાં ડીજી પ્રમોદકુમારે મોકલેલી ટીમમાં ડીવાયએસપી કક્ષાનાં પી. જી. સરડવા, જૂનાગઢ સીઆઇડી ક્રાઇમનાં પીઆઇ એમ. એન. દાફડા, રાજકોટથી સીઆઇડી ક્રાઇમનાં પીઆઇ આર. જી. રાણા સહિતનો કાફલો દોડી આવ્યો હતો. અને પ્રાથમિક તપાસ કરી કાગળોની અને ઘટનાસ્થળની તપાસ એસપી શશીકાંત ત્રિવેદીએ શરૂ કરી છે. તેઓ પ્રાથમિક રીપોર્ટ ડીજીને આપશે. હાલ તો તેઓ પોલીસ દ્વારા લેવાયેલા નિવેદનો, સાક્ષીઓનાં નિવેદનો, ક્યા ક્યા અધિકારીઓએ ઘટનાની મુલાકાત લીધી છે, ક્યારે લીધી છે, અને શું-શું કાર્યવાહી કરી છે તેની વીગતો મેળવી રહ્યા છે. સમગ્ર ઘટના તલ્સ્પર્શી, નિષ્પક્ષ અને ન્યાયિક રીતે થાય અને 60 દિવસમાં ચાર્જશીટ રજૂ કરાય એવી જાહેરાત ખુદ મુખ્યમંત્રીએ કરી છે. ત્યારે ઝીણી બાબતોની પણ તપાસ કરીને ચાર્જશીટમાં સમાવેશ થાય માટે અત્યારથીજ કાળજી લેવાઇ રહી છે. જો કે, ગઈ કાલે એકની રીમાન્ડ પુરી થતા વધુ એક દિની મંજુર થઈ છે.

ઉનાસુધી ગયા, પણ બેન જીવ ગુમાવનાર પોલીસ માટે એક શબ્દ બોલ્યા :આનંદીબેન પટેલ છેક ઉના સુધી દોડી આવ્યા, પણ દેશ માટે સેવા આપતા પોલીસ જવાને કાયદો વ્યવસ્થાની જાળવણી કરનાર અમરેલી જિલ્લામાં આંદોલન દરમ્યાન મોતને ભેટેલા હેડ કોન્સટેબલ પંકજભાઇ અમરેલીયા માટે એક શબ્દ પણ બોલ્યા નહોતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો