તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર શહિદ પોલીસ કર્મીને રૂા.50 લાખની સહાય ચૂકવે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતપોલીસ પરીષદે જણાવ્યુ કે, ઉનામા દલીત પરિવાર થયેલા અત્યાચારને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. તેમને સરકાર દ્વારા સહાય માટે રજૂઆત કરી છે. સાથે ફરજ દરમિયાન પોલીસ જવાનનું મૃત્યુ થયુ તેમના પરિવારને રૂ. 50 લાખની સહાય આપવી જોઇએ. તમામ રાજકીય પક્ષોને ફરજ પરના કર્મચારી પર સહાનુભુતિ નથી. તેવા દંભી ચહેરાની આલોચના કરીએ છીએ. ગુજરાત પોલીસ પરિષદના પૂર્વ પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યુ હતું કે, ઉના તાલુકાના નિર્દોષ ચમાર જ્ઞાતિના લોકો પર અમાનવીય કૃત્ય કરવામાં આવ્યો તેમને વખોડીએ છીએ. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી તત્કાલ રૂ. 10 લાખની સહાય કરવા રજૂઆત કરવામાં આવી છે. પોલીસ તંત્રએ મહિલાઓ અને દલિતોની સુરક્ષાને ટોચની અગ્રતા આપવા અનુરોધ છે. સાથે સાથે એલસીબીનાં પોલીસ જવાન પંકજભાઇ પર બેફામ પથ્થરબાજી કરી મૃત્યુ નિપજાવ્યુ છે. સેવામાં બલિદાન આપનાર જવાનના પરિવારને રૂ. 50 લાખની સહાય કરવી જોઇઅે. રાજકીય પક્ષો દંભી ચહેરો બતાવે છે તેની આલોચના કરી છે. પોલીસે ઉશ્કેરાવું નહીં તેમજ સમાજમાં જાતિવાદ અને જ્ઞાતિવાદને ખતમ કરી શાંતિ જાળવવા અપીલ છે. ગુજરાતનાં તમામ પોલીસ કર્મચારીઓ પોતાના 2 દિવસનો પગાર અસરગ્રસ્ત પોલીસ પરિવારને આપે તે માટે ડીજીપીને કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી છે.

નેતાઓ હમદર્દીનાં બે શબ્દ બોલ્યા નહીં

તમામરાજકીય પક્ષો અને સંસ્થાઓ, પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો સમાજ સુરક્ષા માટે પ્રાણ આપનારની મુલાકાત લીધી નથી. સરકાર, નેતાઓ સહાનુભુતિનાં બે શબ્દો જાહેરમાં બોલતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો