તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ખેતીની જમીન વેચી છેતરપીંડી કરવાનાં ગુનામાં જામીન અપાય : જિલ્લા કોર્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતીની જમીન વેચી છેતરપીંડી કરવાનાં ગુનામાં જામીન અપાય : જિલ્લા કોર્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢકોર્ટે મૂળ માંગરોળનાં ફરીયાદીઅે રાબીયાબેન અબાભાઇ મનસુર, હમીદાબેન આલીભાઇ ધમેરીયા, ઇકબાલ આહમદભાઇ પડાયા, મહંમદ ઇસ્માઇલ ભીસ્તી, ઇબ્રાહીમ હુસેનભાઇ પોપટ નામના શખ્સોએ ખેતીની જમીનમાં છેતરપીંડી કર્યાની ફરીયાદ કરી હતી. કબજા અને હક્કવાળી ખેતીની જમીનની કપટપુર્વક ખોટી ચતુર્સીમા દર્શાવી, ખોટી વિગતો દર્શાવી, ખોટા ફોટોગ્રાફ બનાવી, ખોટા નિરૂપણ કરી, વેચાણ દસ્તાવેજ નોંધાવી ફરીયાદી અસ્થિર મગજનાં હોય તેમની સાથે છેતરપીંડીપુર્વક દસ્તાવેજ કરાવી માંગરોળ મામલતદાર સમક્ષ નામફેર અરજી કરી હતી. જે બાબતે સરકારી વકીલ એન.કે.પુરોહિતની દલીલ સાંભળી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેેસન્સ જજ ડી.ટી.સોનીએ જણાવ્યુ હતું કે, ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાથી જામીન આપી શકાય નહીં. તેવો હુકમ આપી 4 શખ્સના આગોતરા જામીન નામંજુર કર્યા હતા અને વધુ અેક શખ્સનાં જામીન ફગાવ્યા હતા.

વિથ પ્રોસીક્યુશનમાં ફરીયાદ પક્ષે વકીલ વાય.એમ.ઠાકોરે જણાવ્યુ કે, ઘટનામાં આરોપીઓ પોલીસ ગીરફતથી દુર છે તેમની ધરપકડ બાકી છે. ઇબ્રાહીમ પોપટની અટક થઇ છે. તેમણે શેઢા પાડોશીના નાતે જાણતા હોવા છતાં મીલાપીપણું કર્યુ છે. જેને ફરીયાદીએ વિરોધ કર્યો છે.

આગોતરા જામીનમાં શું દલીલ થઇω ?

અરજદારોનેઆગોતરા જામીન આપવામાં આવશે તો ફરિયાદી અને પુરાવા સાથે ચેડા કરશે. તમામ આરોપીઓ છેતરપીંડી અને ખોટા દસ્તાવેજ કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાથી જામીન આપી શકાય નહીં.

આરોપીની ધરપકડ બાકી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો