તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DEO કચેરીએ ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટનાએક અરજદારે જાન્યુ.2012થી જૂન 2015 સુધીના સમયમાં કેટલા અધિકારીની બઢતી અંગે વિગત માંગી હતી. જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા કોઇ વ્યક્તિની બઢતી કરી હોવાનુ જણાવ્યુ હતુ.જોકે તત્કાલીન ડીઇઓએ માણાવદરના સમેગા ગામના બિન શૈક્ષણિક કર્મચારી ની બદલી કરી હોવા છતાં વિગત આપી હોવાનો હોવાનો અરજદારે આક્ષેપ કર્યો હતા.

બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ શિક્ષણ અધિકારીને રાજકોટના એડવોકેટ અતુલ પટેલે વર્ષ 2012ની જાન્યુઆરીથી 15 જૂન 2015 સુધીમાં લેવાયેલા નીતિ વિષયક નિર્ણયમાં કોઇ કર્મચારીને બઢતી આપવામાં આવી છે કે કેમ તે અંગે આરટીઆઇ દાખલ કરી હતી.જેના જવાબમાં તત્કાલીન ડીઇઅોએ સમયગાળામાં નીતિ વિષયક નિર્ણય અંતર્ગત કોઇ કર્મચારીને બઢતી આપી હોવાનુ માહિતી આપી હતી.

જોકે માણાવદર ના સમેગા ગામની એક શાળામાં પટ્ટાવાળાની ફરજ બજાવતા મારૂ જગદીશભાઇ પીને બઢતી આપી હોવાનું આપેલી માહિતી પત્રમાં જાણવા મળ્યુ છે. બન્ને પત્રની વિસંગતતા જોતા ડીઇઓ કચેરી દ્વારા ખોટી માહીતી આપી હોવાનું એડવોકેટ અતુલ પટેલે જણાવ્યુ હતુ. જેથી અતુલભાઇએ અંગે માહિતી આયોગ માં અપીલ કરી હતી. જોકે તે કચેરીમાંથી માહિતી પેન્ડિંગ હોવાનુ જાણવા મળ્યુ હતુ.

તત્કાલીન ડીઇઓ સામે શિક્ષણ શાખામાં બઢતી કરાઇ હોવાની લેખિત માહિતી અપાઇ હતી. જોકે બીજી તરફ અરજદારે પટ્ટાવાળાને જુનિયર કલાર્ક તરીકે બઢતી આપી હોવાનો લેખિત પુરાવો હોવાનો પણ જણાવ્યું હતંુ. જોકે હવે માહિતી આયોગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. તેના આધારે સમગ્ર હકિકત બહાર આવશે. જોકે હાલ ડીઇઓ કચેરીએ ખોટી માહિતી આપી હોવાનો મુદ્દો ગરમાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો