તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પેઇન્ટીંગ સ્પર્ધામાં તમામ વિજેતાનાં ફોટાવાળા હોર્ડિંગ શહેરમાં લાગશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેઇન્ટીંગ સ્પર્ધામાં તમામ વિજેતાનાં ફોટાવાળા હોર્ડિંગ શહેરમાં લાગશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયહો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત ભાસ્કર અભિવ્યક્તિમાં જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી જૂનાગઢનાં સંયુક્ત ઉપક્રમે તા. 24 જુલાઇનાં રોજ ઓપન જૂનાગઢ ટ્રાફિક અવેરનેસ પેઇન્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. માટેની એન્ટ્રીઓ આવવા લાગી છે. ત્યારે સ્પર્ધા માટેનું સ્થળ અને સમય તેમજ અન્ય બાબતોની વિગતો આપવામાં આવી છે. સ્પર્ધાનાં તમામ વિજેતાઓનાં ફોટાવાળા હોર્ડીંગ શહેરમાં વિવિધ સ્થળોએ લગાડવામાં આવશે.

તા. 24 જુલાઇની પેઇન્ટીંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે છાત્રોએ શાળા-કોલેજ મારફત તેમજ ઓપનમાંથી ભાગ લેવા માટે અન્યોએ મો. 9574969585 પર સંપર્ક સાધવાનો રહેશે. સ્પર્ધા તા. 24 જુલાઇએ સવારે 10 થી 12 દરમ્યાન વંથલી દરવાજા પાસે આવેલા પરબત લક્ષ્મણ પટેલ સમાજ ખાતે યોજાશે. સ્પર્ધકોએ સવારે 9:30 વાગ્યે ઉપસ્થિત થવાનું રહેશે. વિદ્યાર્થીઓને પેઇન્ટીંગ માટેની કીટ સ્થળ પર આપવામાં આવશે. જેમાં કાર્ટીઝ શીટ એ-3 સાઇઝની રહેશે. જ્યારે તમામ સ્પર્ધકોને ચિત્ર બનાવવા માટે પોસ્ટર કલર અપાશે. સાથે 2 અને 4 નંબરનાં બ્રશ પણ અપાશે. સ્પર્ધાની થીમ ટ્રાફિક અવેરનેસનીજ રહેશે. અને તેમાં પ્રથમ આવનારને રૂ. 5 હજાર, દ્વિતીયને રૂ. 2500 તેમજ તૃતીયને રૂ. 1500નું રોકડ ઇનામ અપાશે. દિવ્ય ભાસ્કર દૈનિક, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતા પરિવાર તેમજ શ્રી શરદભાઇ આડતીયા અને શ્રીમતી સ્મિતાબેન આડતીયા પરિવારનાં સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવની સ્પર્ધા સંખ્યાનો એક નવોજ વિક્રમ સ્થાપે તો નવાઇ નહીં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો