તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગફળીમાં આવતા રોગ વિશે મેળો-પ્રદર્શની યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંમગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મગફળી પકવતા કૃષિકારોનો મેળો અને પ્રદર્શની યોજાશે. જૂનાગઢ નજીક ઈવનગર રોડ પર મગફળી સંશોધન કેન્‍દ્ર કાર્યરત છે. મગફળી અનુસંધાન નિર્દેશાલય દ્વારા 1લી ઓક્ટોબરે 700 થી વધુ ગુજરાતમાંથી મગફળી પકવતા પ્રગતીશીલ અને પ્રયોગશીલ ખેડુતો માટે કૃષિ મેળો અને મગફળીનાં પાકને લગત વિવિધ બાબતોને આવરી લઇ એક પ્રદર્શન ગેલેરી યોજાશે. સાથે મુલ્યવર્ધીત મગફળીની ખેતી, પાક જણસનું ગ્રેડીંગ, વાવેતર અને લણણીમાં મેનેજમેન્ટ, મગફળીનાં પાકમાં આવતા રોગની અટકાયતી માટે તકેદારીઓ, મગફળીનાં વાવેતરથી લણણી સુધી જૈવિક ખાતર અને જૈવીક દવાઓનાં વપરાશથી થતા લાભા લાભની કૃષિ વૈજ્ઞાનિકો માહિતી આપશે. સાથે પ્રયોગશીલ ખેડૂતો પોતાના અનુભવોની વાત રજુ કરશે.

અન્ય સમાચારો પણ છે...