તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ બાયપાસ વાયા મજેવડીથી ધોરાજી રસ્તાને પહોળો કરવા માંગ

જૂનાગઢ બાયપાસ વાયા મજેવડીથી ધોરાજી રસ્તાને પહોળો કરવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંમજેવડી થી વાડોદરનો હયાત કાચો રસ્તો પેવર કરવા અને જુનાગઢથી બાયપાસ વાયા મજેવડી થી ધોરાજી જતો રસ્તો પહોળો કરવા માંગ ઉઠી છે. જેમાં સીંગલ પટ્ટીથી જૂનાગઢ રસ્તો જતો હોવાથી અકસ્માતની ભીતી રહે છે. તેમ જિલ્લા કોંગ્રેસ સમિતીએ જણાવ્યું હતું. જૂનાગઢ તાલુકાનાં વાડોદર ગામે રસ્તો આજદીન સુધી બન્યો નથી અને ત્યાંથી ઉપલેટાનો રસ્તો આવે છે.

મજેવડીથી વાડોદર વાળો રસ્તો હાલ સાંકડો કાચી ગારી જેવો છે તે રોડ પર તંત્રએ પેવર કામ કર્યુ નથી તેમજ જૂનાગઢથી મજેવડીથી ધોરાજી જવાય છે અને હાઇવે થી સીંગલ પટ્ટીનો છે. તેનું અંતર 14 કિ.મી જેવું થાય છે. રસ્તો સીંગલ પેવરનો હોવાનાં કારણે રાતદિવસ અતીટ્રાફીક રહેતું હોય છે. સીંગલ પટ્ટીના કારણે રસ્તા પર વારંવાર અકસ્માત સર્જાય છે. અને કેટલાય અકસ્માતનો જીવલેણ થાય છે. રસ્તાપર જવાબદાર તંત્રએ તાત્કાલીક કાર્યવાહી કરી તેમાં કામકાજ શરૂ કરી દેવું જરૂરી છે. તેવી રજુઆત જાહેર પબ્લીક ફરીયાદ નિવારણ સેલનાં ઉપાધ્યક્ષ પ્રતાપભાઇ ભરાડ કોંગ્રેસ સમિતનાં ઉપપ્રમુખ રણછોડભાઇ ઠેસીયાએ કરી હતી.

મજેવડી ગામથી ધોરાજી હાઇવે પર દિવસ રાત વાહનો અવર- જવર કરે છે. સીંગલ પટ્ટી રસ્તો હોવાના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે. લાંબા સમયથી ગ્રામજનોની માંગ હતી તેમજ બાબતે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...