તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • છુટાછેડા બાદ એકલા રહી માતાએ દિકરીને PSI બનાવી કરી પગભર

છુટાછેડા બાદ એકલા રહી માતાએ દિકરીને PSI બનાવી કરી પગભર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારનાંવડનગરમાં માતાએ દિકરી માટે જોયેલું સપનું સાકાર કર્યુ છે. અભણ માતાએ છુટાછેડા લીધા પછી દિકરીને ભણાવી પીએસઆઇ બનાવી છે. એકલા હાથે રાતદિવસ મજુરી કરી હતી. બાબતે દિકરીએ પણ માતાને આજીવન સાથ આપશે તેમ જણાવ્યું હતું. કોડીનાર તાલુકામાં વડનગર ગામે એકલી માતાએ જીદ કરી દિકરી માટે જોયેલું સપનું સાકાર કર્યુ હતું. સોલંકી રાજીબેને દિકરી લલીતા 3 વર્ષની હતી ત્યારે પતિનાં ત્રાસથી છુટાછેડા લીધા થયા હતા. તેમણે વડનગરમાં પિતા પાસે હાથ લાંબો કરવાનું ટાળ્યું અને રાતદિવસ મહેનત કરી પોતાની સાથે દિકરીનો ઉછેર કર્યો હતો. પરિવારમાં માતાએ અભણ હોવાથી નોકરીની આશા હતી.

માત્ર ખેતી વગેરેમાં મજુરી કરી હતી. ત્યારે દિકરીને આવું કઇ ભોગવવું પડે તે માટે તેમણે ભણતર આપવાનું શરૂ કર્યું હતું. આજે મોટી થઇ તે પીએસઆઇ બની તયારે માતાએ દિકરી માટે સેવેલું સ્વપ્ન સાકાર થયું. બાબતે લલીતાએ પણ માતાને આજીવન સાથે રાખવાનું જણાવ્યું હતું.

સગાંએ કહ્યું પણ મદદ માટે હાથ ફેલાવ્યો નહિ

વડનગરમાંરહેતા દિનેશભાઇ, વાસુભાઇએ જણાવ્યું હતુ કે, અમારા ફોઇ થયાં દિકરીને એકલા હાથે ઉછેરી છે. અમે તેમને ટેકો આપતા પરંતુ એમણે સ્વમાન જાળવ્યું હવે દિકરી તેનાં સપના સાકાર કરશે.

મારી માં હિંમત હારી નહિં

22 વર્ષથી હું અને માતા અલગ રહીએ છીએ. માતાનાં સપનાને પુરૂ કરવુ હતું. તે મને ભણાવવા મહેનત કરતી હતી અને મને કહ્યું તારુ ભવિષ્યમાં મજુરી કરવી પડે એટલે ભણ. મને ભણાવીએ હિંમત હારી નહિં માનું સપનું સાકાર થયું. > લલીતા ભરગા, પીએસઆઇ

અન્ય સમાચારો પણ છે...