તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંપનીની દવા છાંટી છત્તા કપાસમાં ઈયળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાંખેતીવાડી અધિકારીઓનાં લાયસન્સ અંગેનાં મસમોટા કૌભાંડનાં પર્દાફાસ વિસાવદર તા.પં.નાં સદસ્ય અને ટીમે કરેલ. જે કૌભાંડનાં પુરાવારૂપ કિસ્સો બહાર આવેલ છે. જેમાં ખેડુતે ખેતીવાડી ખાતાની માન્યતા ધરાવતા બા.લગાર્ડ ટેકનોલોજીની માન્યતા ધરાવતી અલગ-અલગ કંપનીનાં BG-II કપાસનુું વાવેતર કરવા છતાં તેમાં ગુલાબી ઇયળો જોવા મળેલ. જેનાં કારણે ખેડૂતો ભારે નુકશાની ભોગવવાનોવારો આવ્યો છે. જેથી ફરિયાદીએ આવી કંપનીનાં બીયારણનાં પ્રસાર અને વેંચાણ પર પ્રતિબંધ મુકવાની માંગણી કરેલ છે. પણ શુંω માંગણી સ્વીકારવામાં આવશે ખરીω તે એક મોટો પ્રશ્ન છે.

ગુજરાતની નામાંકીત જંતુનાશક દવાના કંપનીઓ અધિકારીઓ મીલીભગતથી કારોબાર ચલાવી રહ્યા છે. જેનાં પગલે આપણો ખેતિ આધારિત વિસ્તારનાં ખેડૂતો મોટા પ્રમાણમાં ભોગ બની રહ્યા છે. કંપનીઓ અને અધિકારીઓ પોતાનાં અાર્થિક લાભ ખાતર નિર્દોષ ખેડૂત અને તેના પરિવારની આજીવીકા સમાન અને તન તોડ રાત દિવસની મહામહેનતે ઉત્પાદન કરતા પાક પર આની અસર પડે છે અને મોટી નુકશાની ભોગવવાનો વારો ખેડૂતોને આવે છે. જેના સમાજ એક કિસ્સો બહાર આવેલ છે.

જૂનાગઢ તાલુકા અને જિલ્લાનાં મજેવડી ગામનાં ખેડૂત દેવરાજભાઇ સવજીભાઇ ચોવટિયાએ આજરોજ નાયબ ખેતીવાડી નિયામકને લેખીતમાં ફરિયાદ કરેલ છે કે, સારવાર અને ખેતીવાડી ખાતાની માન્યતા ધરાવતા બોલગાર્ડ ટેકનોલોજીની માનયતા ધરાવતી અલગ-અલગ કંપનીનાં જેમાં તીકતી BG-IIનાં બાર પેકેટ જેના એક પેકેટની કિંમત 9308 લેખે કુલ 11160 અને મલીકા એનસીએસ207- BG-IIનાં 830 લેખેનાં દસ પેકેટ 9300 એમ મળી કુલ 20460 રૂ.નું બીયારણ નુતનએગ્રો સેન્ટર -ગાકુલ નગર શેરીનં.1 મજેવડી, ખાતેથી લઇ કપાસનું વાવેતર કરેલ. કપાસનાં પાકમાં ફુલ અવસ્થાએ ગુલાબી ઇયળો જોવા મળેલ અને 95 ટકા ફુલમાં નુકશાની કરેલ. કંપનીનાં જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરતા યોગ્ય માહીતી આપવાને બદલે તેમાં અમે શું કરી શકીએ તેવા જવાબ મળેલ. ત્યાર બાદ ગુલાબી ઇયળનાં નિયંત્રણ માટે ત્રણ વખત મોંઘી દવાઓનો છંટકાવ કરવા છતાં છોડ પર જીંડવા હોવા છતાં જીંડવા ખુલ્યા નહી અને ફરિ તપાસ કરતાં જણાવ્યું કે, જીંડવામાં પણ ગુલાબી ઇયળ છે. જેને કારણે જીંડવા ખુલતા નથી. જીંડવા તોડાવી સુકવી અને વીણાટ કરાવી કપાસ વેંચતા સાવ મામુલી ભાવે વેંચાણ કરવું પપડ્યું. આવી પરિસ્થિતી આવતા તેઓ કપાસનાં નિષ્ણાંતો તથા જૂનાગઢ કૃષિ યુનિ.નાં વૈજ્ઞાનિકો તથા કંપનીનાં જવાબદાર અધિકારીઓ અને વિવિધ તજજ્ઞોનો સંપર્ક કરતા અલગ-અલગ તર્ક સાથે માહિતીઓ આપેલ. જેમાં અમુક અધિકારીઓએ હવામાનનાં કારણે તો બીજ અને વાવેતર બરોબર થવાનાં કારણે એવો કંપનીને બચાવવાનાં જવાબો આપ્યા. ફરિયાદી દેવરાજભાઇએ માંગણી કરેલ કે, તમામ ખેડૂતો વતી આવી ખામીયુક્ત મોન્સેટોની ટેકનોલોજી યુક્ત ઉત્પાદન થયેલ તમામ કંપનીઓનાં બીયારણનાં પ્રચાર, પ્રસાર અને વેંચાણ પર પ્રતિબંધ મુકો અને જ્યાં સુધી અંગેનું ચોક્કસ અને નક્કર નિરાકરણ ખેડૂતહિતનાં આવે. ત્યા સુધી બાહેંધરીઓ તમામ કંપનીઓ પાસેથી કે ભવિષ્યમાં આવી પરિસ્થિતી થશે તો તે લોકો જવાબદાર રહેશે. આમ ખેડૂતોએ દ્વારા પૈસા રોકી મહેનત કરી જે વાવેતર કરાયું છે તેમાં ઈયળોનાં ઉપદ્રવે પાણી ફેરવી દીધું છે અને હાલ તેના અને મહેનત પાણીમાં ગયા છે.

કંપનીની લોભામણી જાહેરાતો

ટેકનોલોજીઆની કંપની તથા ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા લેખીતમાં તથા ખેડૂતોની મીટીંગોમાં દર વર્ષે ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે, લીલી, લશ્કરી અને ગુલાબી ઇયળો આવશે પાને ખાશે અને મરી જશે. જેથી આવી ઇયળોનાં નિયંત્રણ માટે દવાનો ખર્ચ કરવો નહિ પડે. પરંતુ વર્ષે ઇયળો આવી પાકને ખાધો અને ખાધા રાખયો આમ કંપનીએ કરેલી જાહેરાતો માત્ર લોભામણી રહી છે.

ડુપ્લીકેટ બીયારણ જવાબદાર

એકકૃષિ નિષ્ણાંતએ એવો મત દર્શાવ્યો કે, કથીક બાયો પ્રોડક્ટસકે જેમાં 8 થી 1ડ કેમીકલ્સ ભરે ગેરકાયદે વેંચાણ કરવામાં આવેછે અને જેને કારણે ઇયળોએ પ્રુફ થઇ એટલે આમ થયું. આપણા વિસ્તારમાં આવા જી.એમ.કપાસ પાક આવ્યે 12 થી 13 વર્ષ થયા. જ્યારે વિદેશમાં ટેકનોલોજી અને પ્રોડક્શન જોખમી છે અને આવા જી.એમ.પાકની મંજૂરી પહેલા થયેલ પરીક્ષણોમાં કોઇ જગ્યાએ ઉલ્લેખ નથી કે સૌરાષ્ટ્રનાં હવામાનનાં કારણે ટેકનોલોજી ફેઇલ થશે.

ખેતીવાડી દ્વારા માન્યતા પ્રાપ્ત હોવા છતાં આમ થતા કંપનીનાં વેચાણ અને પ્રચાર પર રોક લગાવવા માંગ ઉઠી

વિસાવદરમાં લાઈસન્સ કાઢવામાં ગેરરીતિ બાદ ખેતીવાડી અધિકારીઓનાં કૌભાંડનો વધુ એક પુરાવો

અન્ય સમાચારો પણ છે...