તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝુ માં વિદેશી કેરાકલ સહિત 10 પ્રાણી આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢસક્કરબાગ પ્રાણી સંગ્રાહાલય ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબીર યાજાઇ હતી. જેમાં ગ્લોબલ વોર્મિંગની અસર સાથે પ્રાણીઓ સાથે શું અસર પડે તે સમજાવ્યું હતું. તેમજ ઝુંના વિકાસ માટે ચાલુ વર્ષ વિદેશમાંથી કેરાકલ, ઝીબ્રા સહિતનાં 10 પ્રાણીઓ લાવવા માટેનાં પ્રયાસો શરૂ છે. તેમજ ગત વર્ષે કિંગકોબ્રા, પોકેટ મંકી સહિતનાં 10 પ્રાણીઓનું આગમન થયું છે.

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનાં વિકાસ માટે લંડન, જેક રીપબ્લીક દેશોનાં ઝુ ખાતેથી અદાન-પ્રદાન કરવામાં આવશે. બાબતે પ્રાણી સંગ્રહાલય ખાતે શિક્ષણ શિબીર યોજાઇ હતી. જેમાં ગ્લોબલ વોર્મિં, ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાઓથી પ્રાણીઓનાં જીવન સામે અસ્થિત્વ વિશે સમજ આપી હતી. સક્કરબાગ ખાતે વર્ષ 2015માં દુર્લભ બનતી અને વિદેશી 10 જાતિને લાવવામાં આવી હતી. ચાલુ વર્ષ ઝીબ્રા, ચિત્તો, ગેંડો-કેરાકલ જેવા પ્રાણીઓનું આગામન થશે. તેમજ શિડ્યુલ-1માં દુર્લભ બનતી પ્રજાતિ બાયસન, ચિંકારા, ચૌશીંગા અને ગીધનાં 15 બચ્ચાનો જન્મ-ઉછેર થયો હતો. શિબીરમાં નાયબ વન સંરક્ષક એસ.જે.પંડીત અને પશુ ચિકિત્સા અધિકારી ડો.કડીવાલ ઉપસ્થિત રહ્યા.

એક વર્ષમાં 1.76 કરોડની આવક

વર્ષ2015માં 11.93 લાખ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જેમાં 1.87 લાખ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જેમાં 1.87લાખ વિદ્યાર્થીઓ મુલાકાતે આવ્યા હતા. વર્ષ દરમિયાન ટિકીટનાં વેંચાણ, બસની આવક 1.76 કરોડ થઇ.

ગ્લોબલ વોર્મિંગથી જીવચક્રને નાશવંત અસર

ગ્લોબલવોર્મિંગ અને કલાઇમેટ ચેઇન્જ જેવી વૈશ્વિક સમસ્યાથી પાકમાં ઉપયોગી નાનાજીવથી મોટા જીવને ખતરો છે. તેનાં ઉપાય માટે પ્રકૃતિ શિક્ષણ, સુર્ય ઉર્જાથી પર્યાપરણનું જતન માટે પ્રકૃતિ શિક્ષણ, સુર્ય ઉર્જાથી પર્યાવરણનું જતન વગેરે બાબતો આવશ્યક છે.

2016માં ક્યા પ્રાણીઓ આવશેω

2016નાંવર્ષમાં લંડનથી ઝીબ્રા, ચિત્તો, કાનપુરથી ભારતીય ગેંડો, જેક રીપબ્લીકનાં પ્રાણ ઝુમાંથી વોલાબી, ગ્રીન પી ફાઉલ, મેકાઉ, લેપર્ડ, વાઇલ્ડ ડોગ વગેરે પ્રાણીઓ આવશે.

2015નાં વર્ષમાં લવાયેલા પ્રાણીઓ

2015નાંવર્ષમાં કિંગ કોબ્રા, માઉસ ડીપર, મેકાઉ તેમજ ચાર પ્રકારની સરીસૃપ પ્રજાતિ સહિત 10 પ્રાણીઓ લાવવામાં આવી હતી. જેનું આકર્ષણ સંગ્રહાલયમાં જોવા મળે છે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ભારતીય જાયન્ટ ખિસકોલી નજરે ચડે છે. }ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...