તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ જિલ્લામાં બે વર્ષમાં કુપોષિત બાળકોનો આંક 1 લાખને આંબી ગયો

જૂનાગઢ જિલ્લામાં બે વર્ષમાં કુપોષિત બાળકોનો આંક 1 લાખને આંબી ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાંધારાસભ્ય હર્ષદ રીબડીયાએ તાજેતરમાંજ વિધાનસભામાં જૂનાગઢ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા અંગેનો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે જિલ્લામાં 1 લાખથી વધુ બાળકો કુપોષણથી પીડાતા હોવાની વિગતો આપી હતી.વિસાવદરનાં કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ વિધાનસભામાં પૂછેલા પ્રશ્નનાં જવાબમાં જણાવાયું હતું કે, જિલ્લામાં તા. 31 ડિસેમ્બર 2015ની સ્થિતીએ છેલ્લા બે વર્ષમાં કેશોદ, માણાવદર, વંથલી, માંગરોળ, ભેંસાણ, જૂનાગઢ-1, જૂનાગઢ-2, માળિયા હાટીના, મેંદરડા, વિસાવદર સહિતનાં તાલુકામાં વર્ષ 2014માં 90,961 બાળકો ઓછા વજનવાળા નોંધાયેલા છે. જ્યારે 2015નાં વર્ષમાં ઓછા વજનવાળા 32,178 અને અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 5,870ની નોંધાઇ છે. બે વર્ષમાં સરકારે બાળકો પાછળ રૂ. 1 કરોડ 63 લાખ 57 હજાર 41 નો ખર્ચ કર્યો હતો. જેનો 1 લાખ 3 હજાર 846 બાળકોએ લાભ લીધો હતો.

દરમ્યાન હર્ષદ રીબડીયાએ જૂનાગઢ જિલ્લામાંજ 1 લાખ 3 હજાર 846 બાળકો કુપોષિત હોય ત્યારે અન્ય જિલ્લાની શું સ્થિતી હશે એવો સવાલ ઉઠાવ્યો છે. બાબતે પગલાં લેવાની જોરદાર રજૂઆતો પણ તેમણે કરી છે. સરકાર કરોડોની જાહેરાત કરતી હોઇ અને કુપોષણથી પીડાતા બાળકો પ્રત્યે ધ્યાન આપતી હોવાની રજૂઆત પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...