તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • દિવ્ય ભાસ્કર દ્વારા જય હો જૂનાગઢ અંતર્ગત ઉજવણી આઝાદીની

દિવ્ય ભાસ્કર દ્વારા જય હો જૂનાગઢ અંતર્ગત ઉજવણી આઝાદીની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢની મુક્તિનાં 69 મા વર્ષે 8 માસમાં અસંખ્ય ઇવેન્ટોનું આયોજન

ઐતિહાસિક,આધ્યાત્મિક, અદ્વિતીય, અભૂતપૂર્વ, અવિસ્મરણીય નગરી એટલે જૂનાગઢ. હિમાલયનાં દાદા ગુરૂ એવા ગરવા ગિરનારની ગોદમાં પાંગરેલી નગરી પોતાની એક વિશિષ્ટ સાંસ્કૃતિક ઓળખ ધરાવે છે. સુંદરતા, સમૃદ્ધિ, સભ્યતાનો સભગ સમન્વય નગરીમાં થયેલો જોવા મળે છે. દિવ્યભૂમિની ભવ્ય નગરીનો રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક ઇતિહાસ વૈવિધ્યતાસભર હોવા છત્તાં વિવિધતામાં એક્તાની છાપ ધરાવે છે.

દિવ્ય ભાસ્કર જૂનાગઢ આવૃત્તિ, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલીદાસ મહેતા અને શરદભાઇ આડતિયા પરિવારનાં સંયુક્ત ઉપક્રમે જૂનાગઢનાં મુક્તિદિનની ઉજવણીને લઇને મેગા આયોજન કર્યું છે. 9 નવેમ્બર 2016નાં રોજ જૂનાગઢનો મુક્તિદિન આવશે.

પરંતુ રાજરત્ન શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતા અને શરદભાઇ આડતિયા પરિવાર તેમજ દિવ્ય ભાસ્કર દ્વારા તેની સંયુક્ત રીતે ઉજવણી તા. 29 ફેબ્રુઆરીથી શરૂ થઇ જશે. માટે સતત 8 માસ સુધી વિવિધ પ્રકારનાં આયોજનો કરવામાં આવ્યા છે. 8 માસમાં અસંખ્ય ઇવેન્ટોનું આયોજન કરાયું છે. જેમાં સૌપ્રથમ આયોજન વિદ્યાર્થીઓ માટેનું છે. તા. 29 ફેબ્રુઆરીએ જાણો જૂનાગઢ નામની ઇવેન્ટ થકી મુક્તિ મહોત્સવ શરૂ થશે. 8 માસની મેગા ઉજવણીને જય હો જૂનાગઢ, મુક્તિ મહોત્સવ નામ આપવામાં અાવ્યું છે.

જૂનાગઢનાં તમામ કક્ષાનાં વિદ્યાર્થીઓ ગૌરવશાળી નગરી વિશે ઘણું બધું જાણે છે. આથીજ નગરીનાં તમામ પાસાંઓને ઉજાગર કરતી પ્રશ્નાવલિ તૈયાર કરવામાં આવી હતી. નયનરમ્ય નગરીનાં તમામ પાસાંઓ જેવાંકે, રાજકિય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, વગેરેને ઇતિહાસની દૃષ્ટિએ મુલવતા પ્રશ્નો સ્પર્ધાનાં હાર્દમાં રહેશે. જુનાગઢનાં વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો, તેમનું યોગદાન, તેમની જીવન ઝરમર, જૂનાગઢનાં ભવ્ય સ્મારકો, દિવ્ય દેવસ્થાનો, વગેરેને સાર્વત્રિક રીતે આવરી લેતી પ્રશ્નાવલિ ભારતનું ભાવિ ઘડનાર જૂનાગઢનાં તેજસ્વી તારલાઓ માટે તૈયાર કરવામાં આવી છે. પ્રાથમિક કક્ષાએથી લઇને કોલેજ સુધીમાં વિદ્યાર્થીઓની કક્ષા પ્રમાણેનાં પ્રશ્નો એમસીક્યુ પદ્ધતિથી પૂછવામાં આવશે. રીતે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ બીજા રાઉન્ડમાં ઇન્ટર સ્કુલ કે ઇન્ટર કોલેજમાં રીતની પરીક્ષા યોજાશે. જેમાં દરેક સ્કુલ કે કોલેજનાં ટોપ-3 વિદ્યાર્થીઓ ભાગ લેશે. અને તેમાંથી મેરિટ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ક્વિઝ ટાઇપની સ્પર્ધા યોજાશે. માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...