તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંહ પર ભડાકાની અફવાએ વનવિભાગને રાત્રે દોડાવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાસણમાંબુધવારે મોડી રાત્રે કોઇએ સિંહ પર બંદૂકનાં ભડાકા કર્યાની વાતો વ્હેતી થઇ હતી. જેને પગલે વનવિભાગનો સાસણ સ્થિત આખો સ્ટાફ તપાસમાં જોતરાયો હતો. અંતે વાત અફવા હોવાનું સ્પષ્ટ થતાં રાહતનો શ્વાસ ખેંચ્યો હતો.

સાસણમાં બુધવારે મોડી રાત્રે એવી વાતો વ્હેતી થઇ હતી કે, જૂનાગઢ-સાસણ હાઇવે પરની એક હોટલની નજીકનાં જંગલ વિસ્તારમાં કોઇએ સિંહ પર બંદૂકમાંથી ભડકા કર્યા જેમાં સિંહનું મૃત્યુ થયું. વાતની ગંભીરતા પારખી વનવિભાગનાં અધિકારીઓ, બીટ ગાર્ડ સહિતનો કાફલો ગાડીઓ લઇને જંગલ ખુંદવા અને આવી કોઇ ઘટના બની હોય તો તેની તપાસમાં નિકળી પડ્યો હતો. ઘણી બધી તપાસનાં અંતે એવું કશું જોવા મળતાં આખી વાત અફવા હોવાનું સ્પષ્ટ થયું હતું. વનવિભાગને જોકે, દોડધામ થઇ હતી. પરંતુ અંતે સહુએ રાહતનો દમ ખેંચ્યો હતો. જોકે, વનવિભાગે મામલે મૌન સેવ્યું છે. પરંતુ સાસણ-જૂનાગઢ હાઇવે પર વનવિભાગની ગાડીઓનો ખડકલો જોવા મળતાં રસ્તેથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભારે કૂતુહલ છવાયું હતું. જોકે, એક-દોઢ કલાકનાં સમયગાળામાં વન વિભાગને મળેલી વિગતોની તપાસમાં પરસેવો વળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...