તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નામએનું વિનોદ દેસાઇ, ઉંમર 37 વર્ષ, બે પગે અપંગ,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નામએનું વિનોદ દેસાઇ, ઉંમર 37 વર્ષ, બે પગે અપંગ, શૈક્ષણિક લાયકાત એમકોમ, બીએડ, અને આત્મવિશ્વાસ હિમાલય જેવડો. જીહા, જૂનાગઢ જિલ્લાનાં ભેંસાણ તાલુકાનાં ધારી ગુંદાળી ગામે રહેતા અરજણભાઇ અને પાર્વતીબેનનાં પાંચ સંતાનોમાં સૌથી નાનો વિનોદ માત્ર 3 વર્ષનો હતો ત્યારે તેને પોલીયો થયો. જેમાં તેણે બંને પગ ગુમાવ્યા. પરિવાર મધ્યમવર્ગી. કોઇપણ સામાન્ય કાળજાની વ્યક્તિ આવા સંજોગોમાં હિંમત ગુમાવી બેસે. એક સામાન્ય માનવી તરીકે જીંદગીભર જમીન પર ઢસડાઇને તેણે ફરવું પડે. પણ અહીં જૂદુંજ બન્યું. વિનોદને જીંદગીનો જંગ લડવા ભણવું ખુબજ જરૂરી છે એમ તેનાં માતાપિતા માનતા. ખુદ વિનોદ પણ એવું માનતો. તેના મોટાભાઇએ વિનોદને સ્કુલે મૂકવા જવા સાઇકલમાં ખાસ સ્ટેન્ડ ફીટ કરાવ્યું હતું. હાઇસ્કુલમાં ભણવા વિનોદે જૂનાગઢ આવવાનું થયું. અહીં તેણે સરદાર પટેલ ભવનની હોસ્ટેલમાં પ્રવેશ મેળવ્યો. પણ તેને બીજી મુસિબત ખડી થઇ. વિનોદ કહે છે, હું વિકલાંગ હોવાથી કોઇ મારો રુમમેટ બનવા તૈયાર નહોતું. બધાને થતું આને સાચવવો, બધે લઇ જવો અને વળી ક્યાંય કામ તો આવી શકે. આમ છત્તાં હું બીકોમ અને એમકોમ થયો અને ત્યારપછી બીએડ પણ કર્યું. દરમ્યાન મને વર્ષ 2004માં ઉનાનાં ધોકડવામાં પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી મળી. પણ પાંચ વર્ષ પૂરા થાય પહેલાંજ મેં નોકરી છોડી દીધી. મને અંદરથી જાણે કોઇ કહેતું તું પાંગળો નથી. તારે એવા લોકોને દોડતા કરવાનાં છે જેઓ તનથી પાંગળા છે. મેં પોતાનામાં લોકસાહિત્ય, હાસ્યકળા, વકતૃત્વ, વગેરે કળાઓ હસ્તગત કરી. દરમ્યાન કથાકાર મોરારિબાપુ સાથે પણ અવારનવાર મેળાપ થયો. નોકરી છોડ્યા પછી માત્ર પાંચજ વર્ષનાં સમયગાળામાં મેં માઇન્ડ પાવર એકેડેમી શરૂ કરી. ધીમે ધીમે પ્રોત્સાહન મળતું ગયું. હું અલગ અલગ ગામોમાં ટ્રેનીંગ આપવા જાઉં છું. અત્યાર સુધીમાં મેં 1 હજારથી વધુ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસથી છલકતા કરી દીધા છે. પછી મેં સ્કુલ શરૂ કરી. ગામડાંમાં સ્પેશિયલ કાર્યક્રમો શરૂ કર્યા. મન હોય તો માળવે જવાય એમ કહી વિનોદ ઉમેરે છે, મેં નોકરી છોડી ત્યારે લખી રાખેલું વર્ષ 2010-11માં મારી પાસે રૂ. 8 લાખની કાર હશે. અને આખરે મેં કાર લીધી. દર મહિને શિક્ષકની નોકરીમાં રૂ. 2500નો ફિક્સ પગાર હતો. તેને બદલે દર મહિને અઢી લાખ કમાતો થયો. આજે કાર ચલાવવા ડ્રાઇવરની જરૂર નથી પડતી. હું બે હાથથી લાકડી વડે કાર ચલાવું છું.

વિનોદ કહે છે, માઇન્ડ પાવર એટલે મન પર કાબુ મેળવવાની શક્તિ, મેડીટેશન, લો ઓફ એટ્રેક્શન, માન્યતાઓ અને વિચારશૈલીને બદલવી અને યોગશાસ્ત્ર એમ બધાનો સરવાળો.

અન્ય સમાચારો પણ છે...