તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભવનાથમાં એસટી બસ શરૂ કરવા માંગ ઉઠી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભવનાથમાં એસટી બસ શરૂ કરવા માંગ ઉઠી

ભવનાથમેળામાં એસટીની મીની બસ શરૂ કરવા માંગ ઉઠી છે. ભારત સાધુ સમાજનાં ગોપાલાનંદજીબાપુ, તનસુખગીરીબાપુ, સીપીએમનાં બટુક મકવાણા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેકટર યોગી પઢિયાર સહિતનાંએ એસટી બસ શરૂ કરવા માંગ કરી છે. તેમજ શહેરનાં મજેવડી દરવાજા, આંબેડકરનગર, બીલખા રોડ, મધુરમ બાયપાસ,એસટી બસ સ્ટેન્ડ, દાતાર રોડ ઉપર પોઇન્ટ ઉભા કરવા કહ્યુ હતુ.

રીક્ષાનાંભાડા નક્કી કરાયા

શહેરનાંજૂદા-જૂદા વિસ્તારમાંથી ભવનાથ સુધીનાં રીક્ષા ભાડા નક્કી કરાયા છે. જેમાં કાળવા ચોક,દિવાન ચોક, ઉપરકોટ, નીચલા દાતારથી 10-10 રૂપિયા, રેલ્વે સ્ટેશન,એસટી ડેપો, મજેવડી દરવાજા,રામનિવાસથી 12-12 રૂપિયા અને સક્કરબાગ, મોતીબાગ, મધુરમ-ટીંબાવાડીથી 15-15 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેમજ પીયુસી અને વિમા વિના વાહન ચલાવવાની મનાઇ કરવામાં આવી છે.

માર્ગોવન-વે જાહેર કરાયા

પાસધરાવતા અથાવા પૂર્વ મંજૂરી મેળવેલા વાહનો ગિરનાર તળેટીમાં જવા માટે ભરડાવાવ થઇ સ્મશાન પાસેથી તળેટીમાં પ્રવેશી શકશે. ગિરનાર તળેટીથી આવતા વાહનો સ્મશાનથી ગાયત્રી મંદિરથી ગિરનાર દરવાજા થઇ જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે. મેળા દરમિયાન યાત્રાળુઓ તથા વાહનો વડલી ચોક સુધી અવ્યા પછી વડલી ચોકથી ડાબી બાજૂનાં રોડ પર ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્યા તરફ જઇ શકશે. મંગલનાથ બાપુની જગ્યાથી ભવનાથ મંદિર તરફ આવી શકશે. શિવરાત્રીના઼ દિવસે શહેર તરફથી આવતા તેમજ તળેટીથી શહેર તફર જતા તમામ વાહનોને 10 કલાકથી અવર જવર માટે પ્રતિબંધ રહેશે.

માર્ગોનો - પાર્કિંગ ઝોન જાહેર કરાયા

કાળવાથીદાતાર રોડ,કામદાર સોસાયટીથી ગિરનાર દરવાજા, ભરડાવાવ થી ધારાગઢ દરવાજા થી મજેવડી દરવાજા સુધી રોડ ઉપર અને મોર્ડન ચોકથી જવાહર રોડ,સ્વામી મંદિર,સેજની ટાંકી ગિરનાર દરવાજા સુધી નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...