તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સુત્રાપાડા શહેર અને પંથકમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ

સુત્રાપાડા શહેર અને પંથકમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડાશહેર અને પંથકમાં ગુરૂવારે પીજીવીસીએલની 57 જેટલી ટીમોએ 70 ગાડીઓમાં સવારથી સાંજ સુધી ચેકિંગ હાથ ધરી 245 જોડાણમાંથી ગેરરીતિ પકડી 30 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવથી વીજ ચોરી કરતાં તત્વોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.

પીજીવીસીએલ જૂનાગઢનાં ઇજનેર એમ.ઇ.મોરજારીયાનાં માર્ગદર્શન હેઠળ વેરાવળ કચેરીનાં એકઝી. ઇજનેર લાખાણી, પ્રાંચી ડિવીઝનનાં ડે.ઇજનેર એમ.પી. પરમારનાં નેતૃત્વમાં ગુરૂવારે 70 જેટલી ગાડીઓમાં 57 જેટલી ટીમોએ સુત્રાપાડા શહેર અને તાલુકાનાં 50 ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ચેકિંગ હાથ ધરી 245 કનેકશનોમાંથી ગેરરીતિ પકડી 30 લાખની વીજ ચોરી ઝડપી પાડી સંબંધિત ગ્રાહકોને આકરણી બીલ ફટકારી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ચેકિંગ ડ્રાઇવ દરમિયાન વીજ ટીમો સાથે સ્થાનિક પોલીસ અને સુરક્ષા કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત રહયો હતો. કાર્યવાહીથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...