• Gujarati News
  • પરોપકારી વૃક્ષોને મારી દેવામાં આવ્યા ખીલા

પરોપકારી વૃક્ષોને મારી દેવામાં આવ્યા ખીલા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંરાજમાર્ગો અને બીજા રસ્તાઓનાં વૃક્ષો પર માનવીઓએ સ્વાર્થ દેખાડ્યો હોય તેમ પરોપકારી વૃક્ષોને ખીલા મારી વિજ્ઞાપનવાળા પોસ્ટરો ચોંડાવામાં આવ્યા છે. વૃક્ષમાં પણ જીવ છે. તે સજીવ છે. વૃક્ષોને પણ સંવેદના છે. તે કુદરતી માણસો માટે અદભૂત ભેટ છે. પરંતુ માનવી પોતાના સ્વાર્થ માટે વૃક્ષોની સંવેદનાને સમજતો નથી અને તેનો ઉપયોગ કરી તેના પર વિજ્ઞાપન મારી તેની શોભાને નુકસાન પહોંચાડે છે.

શહેરનાં જાહેર રસ્તાઓ અને બીજા માર્ગો પર ઉભેલા વૃક્ષો પર ગેરકાયદેસર રીતે જાહેરાતો લગાડી વૃક્ષ ધારાનાં નિયમોને ઘોળીને પી ગયા છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વૃક્ષો વાવેતર પાછળ લાખો રૂપિયા ખર્ચે છે. ત્યારે આવી જાહરેાતો અને પોસ્ટરો લગાડી મનુષ્ય પોતાનો સ્વાર્થ દેખાડે છે. વૃક્ષએ માનવજાતિનું જરૂરી અંગ છે. પરંતુ કેટલીક જાહેરાત કંપનીઓ તેને સમજતી નથી. કંપનીઓને તો પોતાનો કાયદો નજરે ચઢતો હોવાથી તે આવો વિજ્ઞાપનવાળા પોસ્ટરો ઠેર-ઠેર વૃક્ષો પર લગાડી દે છે. વૃક્ષોએ માવનીનું કમાણીનું સાધન બન્યું છે. વૃક્ષોએ પરોપકારી છે તો સ્વાર્થી મનુષ્ય તેની વાચા સમજી શકતો હોવાથી આડેધડ વૃક્ષો પર ખીલાઓ બેસાડી દે છે. વૃક્ષોનો ગેરઉપયોગ બંધ કરી તેના પર આવી પ્રવૃતિઓ પર અંકુશ લગાડવો જોઇએ.

શહેરનાં મુખ્ય માર્ગો પર વૃક્ષોમાં પાટીયા ચોટાડી દીધા. }મેહુલચોટલીયા

સામાજિક વનીકરણ અિધકારી શું કહે છે

^માણસોમાં જાગૃતિ નથી. વૃક્ષોમાં પણ જીવ અને સંવેદના છે તેના પર ખીલા મારવાથી તેની સંવેદનાને ઠેસ પહોંચે છે. અમે વૃક્ષો પર પોસ્ટર લાગવતી કંપનીઓ સામે ફરી્યાદ નોંધી કડક કાર્યવાહી કરીશું. > પીઆઇઠક્કર ડી.સી.એફ, સામાજિકવનીકરણ અધિકારી