• Gujarati News
  • માળીયાને STની અપૂરતી સુવિધાથી લોકો પરેશાન

માળીયાને STની અપૂરતી સુવિધાથી લોકો પરેશાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળીયાહાટીનાનુંજૂનાગઢનું મુખ્ય મથક હોવા છતાં શહેરનાં લોકોને જૂનાગઢ, વેરાવળ, મેંદરડા, માંગરોળ વગેેરે મહત્વનાં મથકો પર જવા માટે લોકોને કલાકો સુધી બસસ્ટોપ પર બસની રાહ જોવી પડે છે. છતાં જૂનાગઢ એસ.ટી. નિગમની અપુરતી સુવિધાથી લોકોને બસો મળતા લોકો પરેશાન થતાં ચેમ્બર ઓફ કોમર્સએ તંત્રનિગમને રજૂઅાત સાથે આંદોલનની ચીમકી આપી છે.

માળીયાનાં લોકોને જૂનાગઢ, વેરાવળ, માંગરોળ, મેંદરડા વગરે મહત્વનાં મથકો પર જવાં કલાકો સુધી રાહ જોવી પડે છે. માળીયાહાટીનાં શહેર જૂનાગઢનું મુખ્ય મથક હોવા છતાં જૂનાગઢ એસ.ટી. નિગમની અપુરતી સુવિધાથી લોકો પરેશાની વેઠવી પડે છે, કલાકો સુધી બસની રાહ જોવા છતાં બસો મળતાં લોકો પરેશાન થઇ જાય છે. જેમની પરેશાની ને ચેમ્બર ઓફ કોમર્સએ ધ્યાન અાપતાં એસ.ટી.નિગમને માળીયા મથકને સુવિધાઓ પુરી પાડવા રજૂઆત કરી છે. જેમાં સવારના 7 થી રાતનાં 10 સુધી વેરાવળ-કેશોદ વાયા માળીયા હાટીના શટલ બસ શરૂ કરવાં, માળીયા-માંગરોળ વાયા ચોરવાડ તેમજ માળીયા-મેંદરડા વાયા અજાબ, શેરગઢને દિવસ દરમ્યાન અનુકુળતા સમયે શરૂ કરવાં ઉપરાંત ચોરવાડ- અમદાવાદ બસ શરૂ કરવામાં આવી છે જેને માળીયા વાયા આપવા ચેમ્બર્સએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. ઉપરાંત તેઓએ જણાવ્યું છે કે ટુંકસમયમાં અપુરતી સુવિધાને પુરી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.