વિસાવદરનાં બદકમાં દારૂ સાથે ઝડપાયો
વિસાવદરતાલુકાનાં બદક ગામે પોલીસે દરોડો પાડી દેશી દારૂ અને અાથા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, વિસાવદર તાલુકાનાં બદક ગામે રહેતો રાજુ લાખા મેણીયા(ઉ.32) નામનો શખ્સ દેશી દારૂનો ધંધો કરતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં રાજુ પાસેથી 300 લિટર આથો અને 20 લિટર દેશી દારૂ મળી કુલ રૂ. 1100 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. બનાવ અંગે વિસાવદરનાં હેડ કોન્સટેબલ બી. જે. પરમારે તેની સામે ગુનો નોંધ્યો છે.