બગવદરની સગીરાને ભગાડી જનાર જૂનાગઢમાંથી ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનજીકના બગવદર ખાતે રહેતી એક સગીરાને ગામનો એક શખ્સ ભગાડી ગયો હતો. અંગે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને શકદાર તરીકે એક શખ્સનું નામ પણ આપ્યું હતું, જેને આધારે પોલીસે શખ્સને સગીરા સાથે જૂનાગઢમાં ઝડપી લીધો હતો. મેડીકલ તપાસ દરમિયાન સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આવતા પોલીસે તેમની સામે પોસ્કોની પણ કલમ લગાડી છે.

બગવદર ખાતે રહેતી એક સગીરાને કાનાધાર વિસ્તારમાં રહેતો ભાવેશ કમલેશ ઉર્ફે કારા કેશવાલા (ઉ. વર્ષ 21) નામનો શખ્સ 3 દિવસ પૂર્વે લલચાવી-ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગયો હતો. અંગેની જાણ થતાં સગીરાના પિતાએ બગવદર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે શખ્સની શોધખોળ આદરી હતી. પી.એસ.આઈ. કે. એ. વાળાએ સગીરાને ભગાડીજનાર શખ્સ ભાવેશ કેશવાલાને જૂનાગઢ નજીકજી ઝડપી લીધો હતો અને સગીરાનો પણ કબ્જો મેળવ્યો હતો. મેડીકલ તપાસ દરમિયાન શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાથી તેમની સામે પોસ્કોની કલમ પણ લગાડી હતી અને શખ્સની વધુ પુછપરછ હાથ ધરી છે. જો કે રીમાન્ડ નામંજુર થતાં ભાવેશ કેશવાલાને જેલહવાલે કરવામાં આવ્યો છે જ્યારે સગીરાનો કબ્જો તેમના વાલીને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સગીરાને ભગાડી જનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે. પરંતુ રીતની વારંવાર બનતી ઘટનાઓ પ્રત્યે વાલીઓ સજાગ થવું પડશે.

અન્ય સમાચારો પણ છે...