• Gujarati News
  • ડે.મેયર કે શાસક પક્ષનાં નેતાનું પદ મહિલાને અપાય તેવી શકયતા

ડે.મેયર કે શાસક પક્ષનાં નેતાનું પદ મહિલાને અપાય તેવી શકયતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમહાનગરપાલિકામાં ભાજપે સત્તાના સુત્રો સંભાળ્યાને એક વર્ષ પૂર્ણ થવામાં છે સાથો સાથ સ્ટેન્ડીંગ ચેરમેન અને ડેપ્યુટી મેયરની એક વર્ષની મુદત પણ પૂર્ણતાનાં આરે છે. ત્યારે પદ માટે છેલ્લા કેટલાય સમયથી ભાજપમાં અંદરો અંદર ગણગણાટ શરૂ થઇ ગયો છે. બીજી તરફ પ્રદેશ ભાજપ પણ હજુ અવઢવમાં છે નો રીપીટ થિયરીની દિશામાં જવું કે નહીં સુત્રોમાંથી મળતી વિગત મુજબ ડેપ્યુટી મેયર અથવા શાસક પક્ષનાં નેતા તરીકે મહિલાની પસંદગી કરવામાં આવે તેવી શકયતા હાલનાં તબક્કે ઉભી થઇ છે. જોકે શુક્રવારે મળનારા ખાસ બોર્ડમાં બાબત પરથી પડદો ઉઠી જશે.

સ્ટેન્ડીંગ ચેરમેન અને ડેપ્યુટી મેયરનાં પદ માટે છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં પ્રક્રિયા થઇ ચુકી છે. એક તબક્કે રીપીટ થિયરી અપનાવાઇ તેવી વાતો પણ થઇ હતી. જોકે તેમાં એક પદમાં રીપીટ થિયરી અપનાવવી કે નહીં તે મુદ્દે હજુ પણ ભાજપ અવઢવમાં છે. ત્યારે એક નવી વાત સામે આવી રહી છે.

સુત્રોનાં કહેવા મુજબ ડેપ્યુટી મેયર અથવા શાસક પક્ષનાં નેતા બંને પદમાંથી કોઇ એક પદ મહિલાને આપવામાં આવે તેવી શકયતાઓ જોવાઇ રહી છે. તો સ્ટેન્ડીંગ ચેરમેન પદ માટે હાલનાં તબક્કે બ્રાહ્મણનો મુદ્દો પણ આવી રહયો છે.

જોકે જ્ઞાતિ સમિકરણોને કઇ રીતે સેટ કરવા તે બાબત ઉચ્ચ કક્ષાએ બેઠેલા મોવડીઓ માટે પણ હાલ પેચીદો પ્રશ્ન બન્યો છે. સાથે અમુક જગ્યાએથી ઉઠી રહેલી રીપીટની માંગ પણ હાલ પ્રદેશ માટે મુંઝવણ રૂપ બની રહી છે. જોકે કાર્યકરોને કઇ રીતે સંતોષ આપી શકાય તે વિશે પણ વિચારાઇ રહયું હોવાનું જાણવા મળી રહયું છે. સાથો - સાથ નવા લોકોને તક આપવાનો મુદ્દો પણ ચર્ચાનાં કેન્દ્રમાં છે.

સ્ટે.ચેરેમન અને ડે.મેયરની ખુરશી માટેનાં આખરી ઘડીનાં ખેલ શરૂ