• Gujarati News
  • પતિએ સાસુ સાથે ઝઘડો કરતા પત્નિ આપઘાત કરવા પહોંચી

પતિએ સાસુ સાથે ઝઘડો કરતા પત્નિ આપઘાત કરવા પહોંચી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંગણેશનગરમાં રહેતા પરિણીતા ભવનાથનાં ખોડિયાર ધુનામાં આપધાત કરવા પહોચી ગઇ હતી.ભવનાથ પોલીસની સર્તકતાથી તેને બચાવી લીધી હતી.આપધાત કરવાનુ કારણ પુછતા પોલીસ પણ અંચબામાં પડી ગઇ હતી. મહિલાનો પતિ તેની સાસુ સાથે ઝગડો કરતા હોવાનુ લાગી આવતા આપધાત કરવા પહોચી ગઇ હતી.

જૂનાગઢનાં ગણેશનગરમાં રહેતા ધર્મિષ્ઠાબેન રાજૂભાઇ શાહ આજે ભવનાથમાં આવેલા ખોડિયાર ધુનામાં પડવા જતા હતા.તે દરમિયાન એક સાધુ જોય જતા તાત્કાલીક ભવનાથ પોલીસ સ્ટેશનનાં એએસઆઇ બેલીમને જાણ કરી હતી.જેના ભવનાથ પીએસઆઇ સંદિપસિંહ પરમારને માહીતી આપી હતી. જેના પગલે એસપી સૌરભ તોલંબીયાની સુચનાથી ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ સંદિપસિંહ પરમાર,રાજેન્દ્રસિંહ ચૌહાણ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ધર્મિષ્ઠાબેન રોકી લીધા હતા.પુછપરછ કરતા પરિણીતાએ કહ્યુ હતુ કે, આજે મારા પતિ રાજૂભાઇ તેની માતા સાથે ઝગડો કરતા હતા. મારા પતિ ભલે મારી સાથે ઝગડો કરે.પરંતુ મારા સાસુને કહે તે માને ગમતુ નથી. આજે તે લાગી આવતા હુ અાપધાત કરવા આવી હતી. એટલામાં તેના પતિ રાજૂભાઇ અને સાસુ પહોચી ગયા હતા. પોલીસે ચા-પાણી પાઇ સુખદ સમાધાન કરાવ્યા હતા.