• Gujarati News
  • જૂનાગઢ શહેરમાં મેઘરાજાનાં વિરામ વચ્ચે 11 કિમીની ઝડપે પવન ફૂંકાયો

જૂનાગઢ શહેરમાં મેઘરાજાનાં વિરામ વચ્ચે 11 કિમીની ઝડપે પવન ફૂંકાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢશહેરમાં ત્રણ દિવસ સુધી મેધરાજાએ હેત વરસાવ્યા બાદ બુધવારનાં મોટા ભાગે વિરામ લીધો હતો. જોકે શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તેને બાદ કરતા નોંધનીય વરસાદ પડ્યો હતો. વરસાદનાં વિરામ વચ્ચે શહેરમાં 11.2 કીમીની ઝડપે પવન ફુકાયો હતો.

જૂનાગઢ શહેરમાં રવિવારથી વરસાદ પડવાનું શરૂ થયુ હતુ. ત્રણ દિવસમાં 9 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. મંગળવારનાં પણ દિવસ ભર વરસાદ ચાલુ રહ્યો હતો. બાદ આજે એટલે કે બુધવારનાં મેધરાજાએ વિરામ લીધો હતો.શહેરમાં બુધવારનાં બે-ત્રણ વરસાદી ઝાપટા પડ્યા હતા.તેને બાદ કરતા કોઇ વિરામ રહ્યો હતો. ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢમાં 1મીમી, ભેંસાણમાં 1 મીમી,કેશોદમાં 8 મીમી,વંથલીમાં 2 મીમી અને વિસાવદરમાં 7 મીમી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં આજે વરસાદ પડ્યો હોવા છતા ખેતમાં હજૂ પાણી ભરેલા જોવા મળ્યા હતા. તેમજ શહેરમાં પણ ખાલી પ્લોટમાં પાણી ભરેલા રહ્યા હતા. મગફળીનાં પાકને જરૂરીયાત મુજબ વરસાદ પડી ગયો છે. હવે વરાપ નિકળતા ફરી ખેડૂતો ખેતી કામમાં લાગી જશે. વાતાવરણમાં ઠંડક રહી હતી.