હુડલીમાં ખંડણી માંગનાર 9 શખ્સ સામે ગુનો નોંધાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારીતાલુકાના હુડલી ગામના એક પટેલ ખેડૂતે વ્યાજખોરો અને ભુમાફિયાઓ દ્વારા જમીન પચાવી પાડવા કારસો કરાતા ઝેરી દવા પી આપઘાત કરી લીધાના કેસમા ગુનો નોંધાયા બાદ હવે પોલીસે નવ શખ્સો સામે ખેડૂત પાસે જમીનના કાગળો પરત જોઇતા હોય તો રૂ. પાંચ લાખની ખંડણી માંગી ધમકી આપવા સબબ ગુનો દાખલ કર્યો છે.

હુડલી ગામના રાજેશભાઇ ભનુભાઇ સભાયા નામના યુવાને બારામાં બરડીયાના વિજય વલ્લભ પેથાણી, રૂપાવટીના જયરાજ દેવકુ, અમીત બટુક કામોઠી, દિલીપ રાવત માંજરીયા, માલસિકાના દિપક વાળા, બોરડીના રહિમ, હુડલીના યુનુસ કમાલશા, સંજય દિલુ ખુમાણ નામના યુવકના કાકા તથા જુનાગઢના શિવ ફાઇનાન્સવાળા મહિપાલ દડુ બસીયા નામના શખ્સો સામે અંગે ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમા તેણે જણાવ્યું છે કે શખ્સોએ તેના પિતાજીને રૂપિયા પાંચ લાખ આપવાનુ કહી જમીનનુ ખોટુ બાનાખત કરાવી લીધુ હતુ. અને પૈસા પણ નહી આપી છેતરપીંડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...