આવતીકાલે ગુરૂપૂર્ણિમાની ઉજવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂનોમહિમા ગાવા, ગુરૂ ઋણનું સ્મરણ કરવા અને ગુરૂપ્રાપ્તિનો કેફ ઘૂંટવા અને ગુરૂમય બની જવા અેક શુભ દિવસ નિશ્ચિત થયો છે. છે ગુરૂપૂર્ણિમા. તા.31 ને અષાઢ સુદ પૂનમનાં ગુરૂપૂર્ણિમા ઉજવવામાં આવશે. જૂનાગઢમાં શાળા-કોલેજો તેમજ ધાર્મિક સંસ્થાઓમાં ગુરૂનું પૂજન કરીને ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

જીવનનાં દરેક ક્ષેત્રમાં ગુરૂ વિના કોઇ જસફળતા સંભવિત નથી તો અાધ્યાત્મીક અને વિદ્યા જેવા ગહન ક્ષેત્રો ગુરૂ વિના કેમ સંભવે ગુરૂ પૂર્ણિમા ભગવાન વેદવ્યાસજીની સ્મૃતિરૂપે ઉજવવામાં આવે છે. વેદવ્યાસજીએ જણાવ્યું છે કે જે અનંતગુણોનો સાગર હોય, જે જીવને અજ્ઞાનનાં અંધકારમાંથી જ્ઞાનનાં પ્રકાશમાં લઇ જાય, જે ભગવાનું પ્રગટ સ્વરૂપ અને જે ગુણાતીત હોય તે સાચો ગુરૂ ગુરૂ અને શિષ્યનો સંબંધ એટલે બ્રહ્મ અને જીવનો સંબંધ. દરેક સગપણ કરતા સવાયો, શ્રેષ્ઠ અને પવિત્ર ગુરૂ શિષ્યનો સંબંધ છે. આજે વિશ્વમાં હતાશા અને નિરાશાનો મહારોગ ફેલાયેલો છે. તેમાંથી નિરાંત પામવા લોકો વ્યસનનો આશરો લે છે પણ શાંતિ તો નારાયણનાં ચરણોમાં છે અને ચરણ સુધી પહોંતનાર તે ગુરૂ. આમ ગુરૂનો મહિમા ગાવા, ગુરૂનું ઋણ સ્મરણ કરવા અને ગુરૂમય બની જવા એક શુભ દિવસ છે ગુરૂ પૂર્ણિમા. અષાઢ મહિનાની પૂનમ ને ગુરૂપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે તેમજ તેને વ્યાસપૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરૂપૂર્ણિમાની દરેક જગ્યાએ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢમાં પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામનાથ સંકિર્તન મંડળ દ્વારા તા.31નાં સવારે 9થી 11 કલાકે ગુરૂપુજન, મહાપ્રસાદ, મહાઆરતી, સત્યનારાયણ ભગવાની સમુહ કથા, ગાયત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયત્રી શક્તિપીઠ ખાતે સવારે 8થી 12 કલાકે ગાયત્રી યજ્ઞ, ગુરૂપૂજા, તેમજ ઝુલેલાલ વાડી, ફુલીયા હનુમાન રોડ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વિવિધ શાળા કોલેજોમાં ગુરૂ પૂજન કરીને ઉજવણી કરવામાં આવશે. આમ, જૂનાગઢમાં ગુરૂપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

ભીડભંજન મહાદેવ મંદિરે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે |જવાહર રોડસ્થિત પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ગિરનાર દત્તશિખર અને અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરીબાપુ દ્વારા સવારે 9કલાકે દત્તગીરબાપુની સમાધી પુજન સાથે હોમહવન અને બપોરનાં 11 કલાકે બ્રહ્મભોજન, બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢ સરસ્વતી સ્કુલમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાશે |સરસ્વતી સ્કુલમાંસવારે 9થી બપોરનાં 1 સુધી અષાઢ સુદ પૂનમને ગુરૂપૂર્ણિમાની શાનદાર ઉજવણી કરવામાં આવશે. તકે સ્કુલ સંચાલક જગદીશભાઇ ખીમાણી, નરેશભાઇ ખીમાણી, રઘુભાઇ ખીમાણી, સાગરભાઇ ખીમાણી ઉપસ્થિત રહેશે તેમ પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...