સોમનાથ માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢએક ઐતિહાસિક નગરી છે. અહીં અમારે ત્યાં સોમનાથનું જ્યોતિર્લિંગ, ગિરનાં એશિયાટિક સિંહો અને કેસર કેરી પણ છે. આમ વિસ્તારમાં ટુરિઝમનાં વિકાસની ઉત્તમ તકો છે. પરંતુ રેલ્વેની પૂરતી સુવિધા નથી. લાંબા સમયથી માંગણી રેલ્વે તંત્રએ પૂરી કરી નથી. દર વર્ષે ગિર-સોમનાથ અને જૂનાગઢ એમ બંને જિલ્લાઓમાં આવેલા ઉપરોક્ત સ્થળોએ 50 થી 55 લાખ પ્રવાસીઓ આવે છે. આથી સોમનાથથી મુંબઇ, હરિદ્વાર, જગન્નાથપુરી, રામેશ્વર, જમ્મુ અને નાથદ્વારાની ટ્રેનો આપવામાં આવે. વેરાવળ-રાજકોટ વચ્ચે પણ ટ્રેનોની ફ્રિકવન્સી વધારવી જોઇએ. વેરાવળથી દોડતી તમામ ટ્રેનોને સોમનાથ સુધી લંબાવવી પણ જરૂરી છે. વેરાવળ-રાજકોટ વચ્ચે તો ડેમુ ટ્રેનો પણ જરુરી છે.

ઓખા-રામેશ્વરમ સુધી દોડતી ટ્રેનને રાજકોટથી બે ભાગમાં વ્હેંચી અડધા કોચને સોમનાથ સુધી દોડાવવા જોઇએ. તો વેરાવળ-રાજકોટ વચ્ચે દોડતી ટ્રેનોમાં ઓછામાં ઓછા 21 કોચની જરૂરિયાત છે. વેરાવળ-અમદાવાદ વચ્ચે દોડતી ઇન્ટર્સિટી લાંબો સમય અમદાવાદ સ્ટેશને પડી રહેતી હોવાથી તેને વડોદરા સુધી લંબાવવી જોઇએ. ઉપરાંત જૂનાગઢ શહેરમાંથી પસાર થતી વિસાવદર મીટરગેજ રેલ્વે લાઇનને પણ બહાર ખસેડવામાં આવે. જૂનાગઢ જિલ્લાનાં રેલ્વે નેટવર્કને ભાવનગરને બદલે રાજકોટ ડિવીઝનમાં સમાવવામાં આવે. જૂનાગઢ ઐતિહાસિક નગર હોવાથી તેના રેલ્વે સ્ટેશનને પણ જયપુર કે ગ્વાલિયરની માફક ડીઝાઇન કરવામાં આવે. વેરાવળ-મુંબઇ વચ્ચેની લીંક ટ્રેનમાં ઓછામાં ઓછા 4 જનરલ કોચ લગાડવાની માંગણી પણ ઉઠાવાઇ છે. તો સોમનાથ-મુંબઇ વચ્ચે લીંક નહીં પરંતુ એક આખી ટ્રેન આપવામાં આવે અને તેને વૈષ્ણવજન ટ્રેન નામ આપવામાં અાવે. જૂનાગઢનાં પ્લેટફોર્મ નં. 1 ને 24 કોચની ટ્રેન સમાવી શકે એવો લાંબો બનાવવામાં આવે. જૂનાગઢ રેલ્વે સ્ટેશનની પૂર્વ અને પશ્ચિમ બાજુને જોડતો ફૂટ ઓવરબ્રિજ બનાવવાની માંગણી પણ કરાઇ છે. ચુનીભાઇ ગોહેલે રેલમંત્રી સુરેશ પ્રભુને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...