તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

{શહેરમાં 260 અને તાલુકામાં માત્ર 13 અરજી આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{શહેરમાં 260 અને તાલુકામાં માત્ર 13 અરજી આવી

એજ્યુકેશન. રીપોર્ટર.જૂનાગઢ

આરટીઆઇએકટ હેઠળ ખાનગી શાળામાં બાળકોને પ્રવેશ આપવાનો હોય છે. જોકે બાળકની ફીનો ખર્ચ સરકાર ઉઠાવતી હોય છે. પરંતુ પ્રચાર-પસારનાં અભાવનાં કારણે લોકો અરજી કરી શકતા નથી. જૂનાગઢ શહેરમાં 260 અને તાલુકામાં માત્ર 13 અરજી આવી છે. તેમ ખેડૂત હિત રક્ષક સમિતીએ કહ્યુ હતુ અને યોગ્ય જાહેરા થયાની આક્ષેપ કર્યો હતો. આરટીઆઇ એકટ હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1માં વિના મુલ્યે પ્રવેશ આપવાનો થતો હોય છે. તેના માટે ચોક્કસ જગ્યા ખાનગી શાળાએ રાખવાની જતી હોય છે. પરંતુ યોગ્ય રીતે સરકાર દ્વારા જાહેરાત કે પ્રચાર પસાર થતા જરૂરીયાતમંદ લોકો સુધી માહિતી પહોચતી નથી તેવો આક્ષેપ ખેડૂત હિત રક્ષક સમિતીએ કર્યો હતો. સમિતીનાં અતુલભાઇ શેખડાએ જણાવ્યુ હતુ કે, સરકાર ગરીબ બાળકોને ખાનગીમાં અભ્યાસ કરાવવાની વાત કરે છે.બીજી તફર લોકો સુધી માહિતી પહોચાડવામાં આવતી નથી.જેના કારણે ખાનગી શાળામાં બાળકો ભણી શકતા નથી. અંગે તપાસ કરતા જૂનાગઢ શહેરમાં 260અરજીઓ આવી છે. જયારે તાલુકામાં માત્ર 13 અરજીઓ આવી છે. પરીણામે જૂરૂરીયાત વાળા બાળકો પ્રવેશથી વંચિત રહી જાય છે. ખેરખર સરકાર જરૂરીયાત વાળા લોકોને શિક્ષણ આપવા માંગતી હોય તો સમય મર્યાદામાં વધારો કરવો જોઇએ. એટલુ નહી શહેર અને ગામડામાં જાતે સર્વે કરી આવા બાળકો શોધવા જોઇએ. જેથી કરીને સરકારની યોજના લોકો સુધી પહચી શકે.

અન્ય સમાચારો પણ છે...