તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વિસાવદરનાં લીમધ્રા ગામે દીપડાએ ખેડુતને કર્યો ઘાયલ

વિસાવદરનાં લીમધ્રા ગામે દીપડાએ ખેડુતને કર્યો ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાંલીમધ્રા ગામની સીમમાં ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર દીપડાએ હુમલો કરી ઘાયલ કરી દેતા સારવારમાં ખસેડાયા હતાં. બનાવને પગલે પોલીસે દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે.

વિસાવદર તાલુકાનાં લીમધ્રા ગામનાં સીમમાં સાત વાયા તરીકે ઓળખાતા વિસ્તારમાં ખેતર ધરાવતા ખેડુત પરબતભાઇ બચુભાઇ હપાણી બપોરનાં અરસામાં પોતાનાં ખેતરમાં કામ પતાવી ભોજન લઇ કુંડી પર પાણી પીવા ગયેલ ત્યારે ત્યાં કુંડી પર દીપડો પાણી પીતો હોય તેને જોઇને હેબતાઇ ગયા હતાં. દીપડો પણ પરબતભાઇને જોઇને ગભરાટમાં આવી જઇ તેમની પર હુમલો કરી દેતા પરબતભાઇને હાથ અને મોઢા પર ઇજા પહોંચી હતી. દીપડાએ હુમલો કરતાં પરબતભાઇએ બુમાબુમ કરી મુકતા આસપાસમાંથી લોકોએ દોડી આવી હાકલા પડકારા કરી મુકતા દીપડો નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત પરબતભાઇને પ્રથમ મેંદરડા સરકારી હોસ્પિટલે ખસેડાયેલ. જયાં ડોકટરે સારવાર આપી જૂનાગઢ રીફર કર્યા હતાં. બનાવની જાણ થતાં વન વિભાગનાં સ્ટાફે દવાખાને પહોંચી વિગત મેળવી લીમધ્રાની સીમમાં પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...