તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1974 જેટલાવાહનો ચેક કરી ‌‌‌‌~ 59 હજારનો દંડ વસુલ કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાશિવરાત્રી દરમિયાન જિલ્લાભરમાં સુરક્ષા અને ટ્રાફીક વ્યવસ્થા સુચારૂ રીતે ચાલે તે હેતુથી જૂનાગઢ પોલીસે ફરી એક વાર વાહનચેકીંગ હાથ ધર્યુ હતુ.અને સમગ્ર જિલ્લામાંથી 1974વાહનોચેકીંગ કર્યા હતા.જેમાથી 86 જેટલા વાહનો ડિટેઇન કર્યા હતા.તો રૂ 59,475નો દંડ વસુલ કર્યો હતો.

જૂનાગઢ શહેરમાં આજથી મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થઇ રહ્યો છે તેમજ શિવરાત્રી પર્વ નજીક આવી રહ્યો છે. શહેરમાં તહેવારો દરમિયાન સમગ્ર ભારતમાંથી પર્યટકો આવશે ત્યારે સુરક્ષામાં કોઇ કચાસ રહી જાય અને કોઇ અણબનાવ બને તેમાટે ડિઆઇજી બ્રજેશકુમાર ઝા અને એસ પી નિલેશ જાજડીયાના આદેશથી જૂનાગઢ એલસીબી,એસઓજી અને જિલ્લા પોલીસ પણ સતર્ક બની છે. ગઇકાલે મોકડ્રીલનુ અાયોજન કર્યા બાદ આજે ફરી જિલ્લાભરમાં પોલીસ દ્વારા ટ્રાફીક ડ્રાઇવનુ આયોજન કરાયુ હતુ.સવારે 11થી 1વાગ્યા સુધી પોલીસે સમગ્ર જિલ્લાભરમાંથી 1974 વાહનચેકીંગ કર્યા હતા. અને સ્થળપર રૂ 59,475 નો દંડ વસુલ કર્યો હતો. તો નશાની હાલતમાં બાઇક ચલાવતા એક શખ્સને ઝડપી લઇ કુલ 86 વાહનો ડિટેઇન કર્યા હતા. અને 604 જેટલા વાહનચાલકોને એન.સી ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...