તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેન આવવાના સમયે ફાટક પાસે આવી ટ્રક બંધ થયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તળાવ દરવાજા ફાટક પાસે ટ્રેન 40 મિનીટ રોકાઇ : સમય સુચકતા દાખવતા મોટી દુર્ઘટના ટળી : મહાપાલિકાનાં જેસીબીનાં પ્રયત્નથી ટ્રક બહાર નિકળ્યો

જૂનાગઢના તળાવ દરવાજા ફાટક પાસેથી અેક ટ્રક પસાર થતો હતો તે દરમિયાન ટ્રક અચાનક બંધ પડી ગયો હતો. બીજી તરફ જૂનાગઢ કજારીયા રૂટની લોકલ ટ્રેન પસાર થવાનો સમય થઇ જતા રેલ્વે વિભાગે તાત્કાલીક સમય સુચકતા વાપરી ટ્રેન પેસેન્જર સ્ટેશન પર અટકાવી દીધી હતી. જેથી મોટી જાનહાની ટળી હતી.બાદમાં જેસીબીની મદદથી ટ્રકને બહાર કાઢ્યા બાદ ટ્રેનને જવા દીધી હતી. અાજે સાંજે પોણા 6 વાગ્યાની આસપાસ જીજે22યુ 9851 નંબરનો ટ્રક તળાવ દરવાજા ફાટક પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન અચાનક બંધ પડી ગયો હતો. શરૂમાં ડ્રાયવરે ટ્રક બહાર કાઢવા મથામણ કરી હતી. જોકે ટ્રક નીકળ્યો હતો. બીજી તરફ જૂનાગઢ કજારીયા રૂટની લોકલ ટ્રેન આવવાનો સમય થઇ ગયો હતો. જોકે ગેગમેનના મેસેજ બાદ સ્ટેશન માસ્તર ભાર્ગવે ટ્રેનને સ્ટેશન પર રોકાવી દીધી હતી. અડધી કલાક બાદ જેસીબી મંગાવવામાં આવ્યુ હતુ. અને ટ્રક બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં ટ્રક ચાલક અતુભાઇ ભુપતભાઇને ઝડપી લીધા હતા.

4

3

2

1

6:30 કલાકે એક કિલોમીટર લાંબો ટ્રાફિક

6:15 કલાકે મહાનગર પાલિકા કામે લાગી

6:00 કલાકે અધિકારી હાજર

5:45 કલાકે ટ્રક ફસાયો

ટ્રેન નિકળવાનાં સમયે કિમી લાંબા ટ્રાફિકજામનું દ્રશ્ય સર્જાયું.

મહાનગર પાલિકાએ તાત્કાલિક જેસીબી મોકલી ટ્રક ખસેડ્યો હતો.

ઘટનાની જાણ થતાં અધિકારીઓ પહોંચ્યા હતા.

ફસાયેલો ટ્રક કાઢવા માટે લોકોએ જહેમત ઉઠાવી હતી.

જૂનાગઢ શહેરમાં સવારે 8થી રાત્રીના 10સુધી ભારે વાહનો ને પ્રવેશબંધી માટે કલેક્ટરે જાહેર નામુ બહાર પાડ્યુ છે.જોકે તેનો અમલ થતો નથી માતેલા સાંઢની જેમ ટ્રક અને અન્ય ભારે વાહનો ફરી રહ્યા છે.

ભારે વાહનની પ્રવેશબંધી માત્ર કાગળ પર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો