તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જન્મથીજ શ્રવણશક્તિ, વાચા નથી, પણ ફૂટબોલ 100 મીટર રેસમાં નેશનલ રમ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જન્મથીજ શ્રવણશક્તિ, વાચા નથી, પણ ફૂટબોલ-100 મીટર રેસમાં નેશનલ રમ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢી યુવાન જીત્યો છે એથેન્સ સ્પેશિયલ ઓલિમ્પિકનો સિલ્વર મેડલ

હાલરીયો ઓલિમ્પિકમાં ક્યા ભારતીય ખેલાડીને એકાદ મેડલ મળે તેની દેશવાસીઓ વાટ જોઇ રહ્યા છે. પરંતુ જૂનાગઢનો એક યુવાન છેક 2011 માં ઓલિમ્પિકનાં જન્મસ્થળ ગ્રીકનાં એથેન્સમાં રમાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં સીલ્વર મેડલ જીતી ચૂક્યો છે.

જીહા, જૂનાગઢમાં રેલ્વે સ્ટેશન નજીક કેવડાવાડીમાં રહેતા ધનસુખભાઇ સરવૈયાનો 30 વર્ષીય પુત્ર નરેન્દ્રને જન્મથીજ શ્રવણશક્તિ અને વાચા નથી. સૌપ્રથમ તે મંગલમૂર્તિ સંસ્થામાં ભણતો. જોકે, બાદમાં માતા-પિતાએ તેને આદર્શ વિદ્યાલયમાં ભણવા મૂક્યો. નરેન્દ્ર મંગલમૂર્તિમાં ભણતો ત્યારે કૈલાસબેન બાલધા તેમના શિક્ષક હતા. બાદમાં આદર્શમાં પણ કૈલાસબેન ભણાવતા. જોકે, તે ભણ્યો માત્ર એસએસસી સુધીજ. તેમાં ફેઇલ થયા બાદ તેણે ભણવાનું છોડી દીધું. પરંતુ ભણવાની સાથે તેણે વિકલાંગો માટેની સ્પેશિયલ ઓલિમ્પિક્સ રમતોમાં નામ કાઢ્યું. તેમના શિક્ષિકા કૈલાસબેન કહે છે, તે મંગલમૂર્તિમાં હતો ત્યારે બોચી સૌથી સારું રમતો. ત્યારબાદ તે ફૂટબોલ, 100 મીટર રનીંગ, વોલીબોલ, લોન્ગ જમ્પ, જેવી રમતોમાં ગોવા, કોલકાતા, દિલ્હી, બેલ્જીયમ અને છેક એથેન્સ સુધી રમવા ગયો છે. બધે તેણે મેડલો મેળવ્યા છે. તેઓ કહે છે, ભણવામાં તેને અન્ય વિષયો કરતાં ચિત્રકળા અને હસ્તકલામાં તેનો દેખાવ વધુ સારો રહેતો. એકવાર જિલ્લા યુવા મહોત્સવમાં સર્જનાત્મક કારીગરીમાં તૃતીય આવ્યો હતો. પિતા ધનસુખભાઇ કહે છે, તેનામાં બુદ્ધિ તો એટલી છે કે, જે કામ આપણાથી થાય તે કરી નાંખે. અત્યારે તે લાઉડ સ્પીકરની પેટીઓ બનાવવાનાં કારખાનામાં જાય છે. અને મહિને 5 હજાર કમાય છે. સિવાય તેને કલરકામ આવડે છે, રીક્ષા ચલાવતાં આવડે. જોકે, તેની અક્ષમતાને લીધે પેસેન્જરનું ભાડું કરી શકે. નરેન્દ્ર ઇશારાની ભાષામાં કહે છે, મને મેડલો જીતવાની ખુબ મજા આવે છે. તેના શિક્ષક કૈલાસબેનનાં કહેવા મુજબ, ગાંધીનગરમાં તો તેનું ખુબજ માન છે. તે પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળી ચૂક્યો છે. અને તેની સાથે ફોટા પણ પડાવ્યા હતા. હવે નરેન્દ્ર ઓસ્ટ્રેલિયા જઇ કામ કરી ખુબ કમાવા માંગે છે. એમ તેની સાથે ઇશારાની ભાષાથી વાત કર્યા બાદ કૈલાસબેનનું કહેવું છે.

જૂનાગઢનાં યુવાને સ્પોર્ટમાં આવડત દર્શાવી હતી તસ્વીર- મેહુલ ચોટલીયા

પરણાવવાની ચિંતા : માતા

નરેન્દ્રનીમાતા દુર્ગાબેન કહે છે, મને તેની સૌથી મોટી ચિંતા પરણાવવાની છે. આથી તેના માટે હું વ્રત પણ કરું છું.

પેકેજીંગનું કામ લોકો કરી શકે : શિક્ષક

નરેન્દ્રનાંશિક્ષક કૈલાસબેન કહે છે, લોકો એકધાર્યું જે કામ કરવાનું હોય તે ખુબ સારી રીતે કરી શકે. જેમકે, પેકેજીંગ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, ઘડીયાળનાં કારખાનામાં, વગેરે. ટૂંકમાં, આપણે જે એકધારા કામથી કંટાળી જઇએ એવા કામમાં તેઓ ખુબજ સારા કારીગર નિવડી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો