તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • માજી સૈનિકો દેશદાઝ માટે આજે પણ સરહદ પર સેવા કરવા તત્પર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માજી સૈનિકો દેશદાઝ માટે આજે પણ સરહદ પર સેવા કરવા તત્પર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માજીસૈનિકો આજના સમયે પણ દેશ સેવા કરવા માટે તત્પર છે. દેશની સેવા કરતા તેમનાં વર્ષો કેમ પુર્ણ થઇ ગયા તેમને યાદ નથી. આજની તારીખે દેશદાઝ માટે પૈસાની લાલચ વિના સેવા કરવા જણાવ્યું હતું.

રાજકીય કાવાદાવાઅો કરતા પદાધિકારીઓ પગાર વધારાની માંગ કરી રહ્યા છે. મોંધવારીમાં પ્રજાનાં પૈસે પેટ્રોલ, ડીઝલનો ખર્ચો ચઢાવે છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે સાચી દેશભાવના કોનામાં રહીω અંગે સવાલ ઉભો થયો હતો. જૂનાગઢમાં ચાર માજી સૈનિકોને મળી દેશદાઝ માટે તમારી શું તૈયારીઓ છેω તેમ સવાલ પુછતા ચારેય માજી સૈનિકોએ પૈસાની લાલચ વિના માતૃભૂમિની સેવા કરવા જણાવ્યુ હતું. સિક્યુરીટી, રેલ્વેમાં, પોલીસમાં ફરજ બજાવે છે પરંતુ સંકટ સમયે સેવા કરવાનો મોકો મળે તો ખુબ ખુશી મળે તેમ જણાવ્યુ હતું. માજી સૈનિકોનો દેશ સેવા પ્રત્યે લાગણી જોવા મળે છે.

આર્મી બોલાવે ત્યારે બોર્ડરમાં હાજર થઇશું

^28વર્ષ આર્મીમાં નોકરી કરી છે. સુબેદાર મેજર તરીકે ફરજ બજાવી હતી. માજી સૈનિક તરીકે હાલમાં ફૌજ દ્વારા આદેશ આવે તો બોર્ડરમાં જોડાવા તૈયાર છીએ. > નલીનભાઇત્રિવેદી, માજીસૈનિક

આર્મીમાં દેશ સેવા કરવાનો અનેરો આનંદ હતો

^આર્મીમાંજોડાયા પછી અનેરો આનંદ મળતો હતો. આજના સમયે પણ સરકાર દ્વારા મોકો આપવામાં આવે તો દેશની સેવા કરવાનો ફરીથી મોકો મળે. હાલમાં પણ જોડાવવાની ઇચ્છા છે. > લલિતભાઇવિરોજા, માજીસૈનિક

પગાર વિના સેવા કરીશ,પરત પણ નથી આવવું

^ફૌજીતરીકેનો સમય હજુ પણ યાદ આવે છે. હાલમાં મોકલે તો પણ તૈયાર છું અને પૈસાની જરૂર પણ નથી. સરકાર પરિપત્ર બહાર પાડે તો પરત પણ નથી આવવું. સેવા કરવાની ભરપુર ઇચ્છા છે. > વૃજલાલરાઠોડ, માજીસૈનિક

ફરી તક મળે તો આર્મીમાં જોડાવા તૈયાર છીએ

^નિવૃતિમળી તેને 13 વર્ષ જેટલો સમય થયો છે. સરકાર દ્વારા પેન્શન મળી રહ્યુ છે. આર્મીમાં જોડાવાની તક મળે તો જોડાવા માટે તૈયાર છીએેે. > રાજાભાઇબલદાણીયા, માજીસૈનિક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો