તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહિદોને શ્રદ્ધાંજલિ : નિકળી તિરંગા યાત્રા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આન બાન અને શાન સાથે જૂનાગઢમાં આજે 70માં સ્વાતંત્ર પર્વની ઉજવણી

જિલ્લા કલેકટર, મેયર અને સાધુ-સંતો પણ જોડાયા : બેન્ડની સુરાવલી સાથે પોલીસ જવાનો પણ ઉપસ્થિત

સમગ્રદેશમાં ત્રિરંગા યાત્રા યાદ કરો કુરબાની કાર્યક્રમનાં ભાગરૂપે 70માં સ્વાતંત્ર પર્વની પૂર્વસંધ્યાએ આજે જૂનાગઢમાં આઝાદચોક ખાતેથી સાંજે ત્રિરંગાયાત્રા નિકળી હતી. શહેરનાં એમજીરોડ પર આજે દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. શહેરનાં અબાલ-વૃદ્ધ સૌકોઇ દેશ માટે શહીદી વહોરી લેનારા રાષ્ટ્રભક્તિને સાચા દિલથી શ્રદ્ધાંજલી આપી હતી.

આજનાં કાર્યક્રમથી નવી પેઢીમાં દેશ માટે કંઇ કરી છુટવાની ભાવનાં ઉજાગર થતી જોવા મળી હતી. લોકોએ રોડ પર શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રવધ્વજને આદર આપી શહિદોને શ્રદ્ધાંજલી આપી હતી. ત્રિરંગાયાત્રામાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, મેયર જીતુભાઇ હિરપરા તેમજ કોર્પોરેટર મહાનગરપાલિકાનાં ગેઇટ પાસે તેમજ અન્ય અગ્રણીઓએ રાણાવવાચોક, કાળવાચોક ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે, સરદાર પટેલની પ્રતિમા પાસે યાત્રાનું સ્વાગત કર્યું હતું.

એસપી નિલેષ જાજડીયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લાનાં પોલીસ જવાનોએ પણ યાત્રામાં સદભાગી બની પોલીસ બેન્ડ સુરાવલી સાથે મહત્વની ફરજ બજાવી હતી. એનસીસી કેટેટસ મહિલાઓ, કર્મયોગીઓ, સાધુ-સંતો, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. એક કલાક બાદ યાત્રા જૂનાગઢની બહાઉદ્દીન કોલેજનાં મેદાનમાં સામાનાં રૂપમાં ફેરવાઇ ગઇ હતી. જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિની કૃતિઓ અને મશાલ પ્રજ્વલિત કરી હજારો નાગરિકો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંકલ્પ લીધો હતો. તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સલામી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો