તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • આજે મોરારીબાપુ મનપાનાં પ્રવાસી માહિતી કેન્દ્રનું લોકાર્પણ કરશે

આજે મોરારીબાપુ મનપાનાં પ્રવાસી માહિતી કેન્દ્રનું લોકાર્પણ કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભવનાથીનીપાવન ભૂમિમાં રામકથા અને શિવરાત્રીનાં મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.જોકે શિવરાત્રીનાં મેળાનો 3 માર્ચથી પ્રારંભ થશે. તે પહેલા તા. 27 ફેબ્રુઆરીથી મોરારીબાપુની રામકથા માનસ રૂખડનો પ્રારંભ થશે. આવતીકાલે મોરારીબાપુ જૂનાગઢ આવી પહોચી જશે. બપોરનાં મનપાનાં પ્રવાસી માહિતી કેન્દ્રની લોકાર્પણ કરવામાં આવશે. ભવનાથનાં મેળામાં એસટી બસ શરૂ કરવા માંગ ઉઠી છે. એસટી બસ શરૂ થશે કે નહી તેને લઇ વિસંગતા છે. એસટી બોર્ડનાં ડાયરેકટરએ કહ્યુ હતુ કે,મેળામાં એસટીની 30 મીની બસ દોડાવવામાં આવશે. જોકે વિભાગીય નિયામકે કહ્યુ હતુ કે, હજૂ સુધી કોઇ નિર્ણય આવ્યો નથી.

ચાલુ શિવરાત્રીનાં મેળામાં રામ અને શિવનો અદભુત સંગમ થશે. એક બાજૂ રામકથા અને બીજી બાજૂ શિવની ભક્તિમાં લોકો લીન બનશે. શિવરાત્રીનાં મેળાને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જયારે રામકથાને લઇ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શિવરાત્રીનાં મેળાનો પ્રારંભ તા. 3 માર્ચથી થશે અને રામકથાનો પ્રારંભ તા. 27 ફેબ્રુઆરીનાં સાંજનાં 4 વાગ્યેથી થશે. રામકથાને લઇ આવતાકાલે મોરારીબાપુ જૂનાગઢ આવી થશે. તેમજ આવતીકાલે મહાનગર પાલીકાનાં પ્રવાસી માહિતી કેન્દ્રનું ભેંસાણ ચોકડી ખાતે બપોરનાં12:15નાં લોકાર્પણ કરશે. ભવનાથ મેળામાં એસટી બસ શરૂ કરવાને લઇ માંગ ઉઠી છે. એસટી બસ શરૂ થવાની પુરી સંભાવના છે. અંગે એસટી બોર્ડનાં ડાયરેકટર વિનુ કથિરીયાએ જણાવ્યુ હતુ કે, નવી આવેલી મીની બસ મજેવડી દરવાજાથી ભવનાથ સુધી જવા માટે મુકવામાં આવશે અને 30 બસ દોડાવવામાં આવશે. અને એકસ્ટ્રા બસ પણ મુકવામાં આવી છે. બીજી તફરી વિભાગીય નિયામક પી.એમ.પટેલએ જણાવ્યુ હતુ કે, એસટી બસ શરૂ કરવાને કોઇ નિર્ણય આવ્યો નથી. એસટી બસ શરૂ થયા તેવી શકયતા છે. એકસ્ટ્રા બસ માટે આવતીકાલે મીટીંગ થશે જેમા નિર્ણય કરવામાં આવશે.

માર્ગો વન-વે જાહેર કરાયા

માર્ગો નો - પાર્કિંગ ઝોન જાહેર કરાયા

કાળવાથીદાતાર રોડ,કામદાર સોસાયટીથી ગિરનાર દરવાજા, ભરડાવાવ થી ધારાગઢ દરવાજા થી મજેવડી દરવાજા સુધી રોડ ઉપર અને મોર્ડન ચોકથી જવાહર રોડ,સ્વામી મંદિર,સેજની ટાંકી ગિરનાર દરવાજા સુધી નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

રીક્ષાનાં ભાડા નક્કી કરાયા

શહેરનાંજૂદા-જૂદા વિસ્તારમાંથી ભવનાથ સુધીનાં રીક્ષા ભાડા નક્કી કરાયા છે. જેમાં કાળવા ચોક,દિવાન ચોક, ઉપરકોટ, નીચલા દાતારથી 10-10 રૂપિયા, રેલ્વે સ્ટેશન,એસટી ડેપો, મજેવડી દરવાજા,રામનિવાસથી 12-12 રૂપિયા અને સક્કરબાગ, મોતીબાગ, મધુરમ-ટીંબાવાડીથી 15-15 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેમજ પીયુસી અને વિમા વિના વાહન ચલાવવાની મનાઇ કરવામાં આવી છે.

ભવનાથમાં એસટી બસ શરૂ કરવા માંગ ઉઠી

ભવનાથમેળામાં એસટીની મીની બસ શરૂ કરવા માંગ ઉઠી છે. ભારત સાધુ સમાજનાં ગોપાલાનંદજીબાપુ, તનસુખગીરીબાપુ, સીપીએમનાં બટુક મકવાણા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેકટર યોગી પઢિયાર સહિતનાંએ એસટી બસ શરૂ કરવા માંગ કરી છે. તેમજ શહેરનાં મજેવડી દરવાજા, આંબેડકરનગર, બીલખા રોડ, મધુરમ બાયપાસ,એસટી બસ સ્ટેન્ડ, દાતાર રોડ ઉપર પોઇન્ટ ઉભા કરવા કહ્યું હતું.

પાસ ધરાવતા અથાવા પૂર્વ મંજૂરી મેળવેલા વાહનો ગિરનાર તળેટીમાં જવા માટે ભરડાવાવ થઇ સ્મશાન પાસેથી તળેટીમાં પ્રવેશી શકશે. ગિરનાર તળેટીથી આવતા વાહનો સ્મશાનથી ગાયત્રી મંદિરથી ગિરનાર દરવાજા થઇ જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે. મેળા દરમિયાન યાત્રાળુઓ તથા વાહનો વડલી ચોક સુધી અવ્યા પછી વડલી ચોકથી ડાબી બાજૂનાં રોડ પર ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્યા તરફ જઇ શકશે. મંગલનાથ બાપુની જગ્યાથી ભવનાથ મંદિર તરફ આવી શકશે. શિવરાત્રીના઼ દિવસે શહેર તરફથી આવતા તેમજ તળેટીથી શહેર તફર જતા તમામ વાહનોને 10 કલાકથી અવર જવર માટે પ્રતિબંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...