તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • એસટીનાં બોર્ડ ડાયરેકટર : 30 મીની બસ દોડશે, ડીસી : હજુ કોઇ નિર્ણય લેવાયો નથી

એસટીનાં બોર્ડ ડાયરેકટર : 30 મીની બસ દોડશે, ડીસી : હજુ કોઇ નિર્ણય લેવાયો નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ભવનાથમાં શંકાસ્પદ લોકો અંગે કોન્ટ્રોલ રૂમમાં ફોન આવતા પોલીસ દોડી ગઇ અને કાર્યવાહી કરી

{ભવનાથમાં અઢી કલાક મોકડ્રીલ ચાલી

{અંતે મોકડ્રીલ હોવાનું જાણ થતા રાહતની શ્વાસ લીધો હતાે

ક્રાઇમ રીપોર્ટર.જૂનાગઢ

ભવનાથમાંબે દિવસ બાદ રામકથા અને શિવરાત્રીનાં મેળામાં બોમ્બ વિસ્ફોટ કરવા માટે ચાર શંકાસ્પદ આવ્યા હોવાની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમ જાણ કરી હતી.જેના પગલે શહેરની તમામ પોલીસ ભવનાથ દોડી થઇ હતી. રામકથા સ્થળ અને ભવનાથ મંદીર સહિતનાં સ્થળ ઉપર તપાસ કરી હતી. અઢી કલાકનાં જહેમતનાં અંતે ચાર શખ્સે ઝડપી લીધા હતા. જોકો અંતે મોકડ્રીલ હોવાનું બહાર આવતા પોલીસે રાહતો શ્વાસ લીધો હતો.

ભવનાથમાં રામકથા અને શિવરાત્રીનો મેળો યોજાશે. દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ તૈનાત થઇ છે. ત્યારે આજે સાંજનાં સમયે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો કે ભવનાથમાં શંકાસ્પદ ચાર લોકો બોમ્બ લઇને આવ્યા છે. તેની શંકાસ્પદ વાતો કરી રહ્યા છે. ભવનાથમાં મહત્વનાં સ્થળે બોમ્બથી ઉઠાવી દેવાની વાતો કરી રહ્યા છે.

જેના પગલે આઇજી બ્રજેશકુમાર ઝા, એસપી નિલેશ ઝાઝડિયાનાં માર્ગદર્શનમાં ડીવાયએસપી એ.વી.ગખ્ખર, એલસીબી પીઆઇ બી.એમ. ચૌધરી,એસઓજી આર.જે. ચૌધરી , એ,બી,સી,તાલુકા અને ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એસ.બી. પરમાર ,ડોગસ્કોડ, બોમ્બ સ્કોડ,108,ફાયર વગેરે દોડી ગઇ હતી. ભવનાથ પોલીસ સ્ટેશનમાં એકસન પ્લાન બનાવ્યો હતો. બાદ પોલીસની જૂદી-જૂદી ટુકડીઓ રામકથા સ્થળ, ભવનાથ મંદિર, ઉતારા સહિતમાં તપાસ હાથ ધરી હતી.

સાંજનાં 4:30 થી 7 વાગ્યાની જહેમતનાં અંતે ચાર શખ્સને સુદર્શન તળાવે ઝડપી લીધા હતા. જોકે અંતે પોલીસની મોકડ્રીલ હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

જૂનાગઢનાં ભવનાથમાં મોકડ્રીલનાં પગલે જૂનાગઢ જિલ્લામાં નાકા બંધી કરી દીધી હતી. પરિણામે જિલ્લા ભરમાં ભારે ચર્ચા જાગી હતી. જૂનાગઢમાં મોટી ઘટના બની ગઇ છે. }મેહુલચોટલીયા

જિલ્લામાં નાકા બંધી કરી દીધી

અન્ય સમાચારો પણ છે...