તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ધણફૂલીયાની સીમમાંથી પાંચ દિ\'માં વનવિભાગે દિપડી,દિપડો પાંજરે પૂર્યા

ધણફૂલીયાની સીમમાંથી પાંચ દિ\'માં વનવિભાગે દિપડી,દિપડો પાંજરે પૂર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢસામાજીક વનીકરણ વિભાગનાં શાપુર રાઉન્ડ હેઠળ આવતા ઘણફુલિયાની સીમમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યુ હતુ. જેની ફરીયાદનાં આધારે વન વિભાગે ઘણફુલિયાની સીમમાં પાંજરૂ મુક્યુ હતુ. તા. 21નાં દીપડી અને તા. 25નાં દીપડો પાંજરે પુરાયો હતો. પાંચ દિવસમાં બે વન્ય પ્રાણીને પાંજેર પુરી સાસણ એનીમલકેરમાં મોકલી દેવામાં આવ્યા હતા.

વંથલી સીમ અને ઓઝત કાઠા વિસ્તારમાં વન્ય પ્રાણી એવા દીપડા વગેરેનો રંજાડ રહે છે. વિસ્તારમાં અવાર નવાર દીપડા આવી ચડતા હોય છે અને મારણ કરતા હોય છે. ત્યારે તાજેતરમાં સામાજીક વનીકરણ વિભાગનાં શાપુર રાઉન્ડ હેઠળનાં ઘણફુલિયા ગામની સીમમાં આવેલા અમીન ઇસ્માઇલ આમરેલિયાનાં વાછરડાનું દિપડાએ મારણ કર્યુ હતુ. અંગે વન વિભાગને અરજી કરી હતી. સામાજીક વનીકરણનાં ડીએફઓ ડી.આઇ. ઠક્કર, આરએફઓ જે.સી.હિંગળાજિયાનાં માર્ગદર્શનમાં રાઉન્ડ ફોરેસ્ટર જે.એસ.કાંબલિયા અને ટીમે ઘણફુલિયાની સીમમાં પાંજરૂ ગોઠવ્યુ હતુ. પાંજરામાં તા. 21નાં 4 થી 5 વર્ષની દીપડી બાદ તા. 25નાં રાત્રીનાં 8 થી 9 વર્ષનો દીપડો પાંજરે પુરાયા હતા. વન વિભાગની ટીમે દીપડી અને દીપડાને પાકડી સાસણ એનીમલકેર મોકલી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...