તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં જેમીની સર્કસનો ભવ્ય શુભારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં જેમીની સર્કસનો ભવ્ય શુભારંભ

જૂનાગઢ શહેરમાં તા.26 ફેબ્રુઆરી થી જેમીની સર્કસનો શુભારંભ થઇ ગયો છે. સર્કસનું મેરા નામ જોકર પિકચરામાં કરવામાં આવ્યું છે. તેમાં તેના કલાકારોએ સમગ્ર ફિલ્મ દરમ્યાન પોતાની કલા રજુ કરી હતી. જૂનાગઢની ધરતી પર આજીયાણી બાગ ખાતે જેમીની સર્કસ આવેલું છે. જેનું ઉદઘાટન ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, મેયર જીતુભાઇ હિરપરા, તેમજ જિલ્લા કલેકટર આલોક કુમાર પાંડે મહાનુભાવોનાં વરદહસ્તે કરવામાં આવ્યું હતું. તે સાંજનાં સાત કલાકે શોમાં દરરોજ ત્રણ શો રહેશે. સર્કસમાં 200 થી વધારે કલાકારો છે સર્કસમાં અમેરીકન સોંગ, વેસ્ટર્ન સોંગ, તેમજ મોટર સાયકલ દ્વારા મોતનાં કુવાના દીલધડક પ્રયોગ અત્યાર સુધીમાં આવા દાવપેચ અને કસરતનાં કરતબો કરવામાં આવ્યા નથી તે જેમીની સર્કસનાં પ્રોપરાઇટર અધ્યાશંકર અને મેનેજર સેડિ મોહન વ્યવસ્થાપન હેઠળ કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...