તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મનપાએ 10 વર્ષમાં બીજી વખત પ્રવાસી માહિતી કેન્દ્રનું લોકાર્પણ કર્યુ

મનપાએ 10 વર્ષમાં બીજી વખત પ્રવાસી માહિતી કેન્દ્રનું લોકાર્પણ કર્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢશહેરમાં આવતા પ્રવાસીઓ,યાત્રાળુઓની સુખાકરી અને જાણકારી મળી રહે તે માટે મહાનગર પાલીકા દ્વારા ભેંસાણ ચોકડી પાસે પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. આજે મોરારીબાપુનાં હસ્તે પ્રવાસી માહિતી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જોકે આજથી 10 વર્ષ પહેલા આજ જગ્યાએ એક ઓરડામાં મનપા દ્વારા પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ હતુ.

જૂનાગઢ શહેરમાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં દેશ- વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે. ત્યારે પ્રવાસીઓને શહેરમાં આવેલા પ્રવાસન સ્ળથ અંગે માર્ગદર્શન અને જાણકારી મળી રહે તે માટે ભેંસાણ ચોકડી જૂના જકાત નાકા પાસે પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. આજે મોરારીબાપુનાં હસ્તે પ્રવાસી માહિતી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. તકે મેયર જીતુ હિરપરા, ઇન્ચાર્જ કમિશ્નર આલોકકુમાર પાંડે, ડે.મેયર દિવાળીબેન સોલંકી, પૂર્વ ડે.મેયર ગીરીશ કોટેચા, શૈલેષ દવે,નિર્ભય પુરોહિત સહિતનાં હાજર રહ્યા હતા. મનપા દ્વારા પ્રવાસી માહિતી કેન્દ્ર ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. પરંતુ તેની સંભાળ અને કાયમી માર્ગદર્શન મળી રહે તે જરૂરી છે. વર્ષો પહેલા જકાત નાકાનાં એક ઓરડામાં માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ હતુ. બાદ બંધ થઇ ગયુ હતુ. 10 વર્ષમાં બીજી વખત તેનુ લોકાર્પણ કરવામાં આવ્યુ છે.

મોરારીબાપુનાં હસ્તે પ્રવાસી માહિતી કેન્દ્રનું ઉદઘાટન }મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...