તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશભક્તિની ફિલ્મો થકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી પેઢીને આઝાદીનું મુલ્ય સમજાવતા દેશ પ્રેમી

આજનીનવી પેઢીમાં દેશપ્રેમ અને દેશ દાઝ વધે તેમજ વારસામાં મળેલી આઝાદીનું મુલ્ય સમજે તે માટે જૂનાગઢની નિલકંઠ નગર સોસાયટીનાં અશોકભાઇ પરમાર બાળકો અને યુવાનોને દેશભક્તિનાં ફિલ્મોની સીડી, ડીવીડી નિ:શુલ્ક ધોરણે વહેંચ છે. ભારત દેશમાં જન્મ લઇ આપણે આપણા દેશ માટે શુ કરીએ છીએω જો પ્રશ્ન પ્રત્યેક ભારતવાસીનાં મનમાં સરવળે તો ભારતને દુનિયાનાં નક્શા પર મહાસતા બનતા કોઇ રોકી શકે નહી. આવા દેશ પ્રેમનાં વિચારો જેના મનમાં રમતાં રહે છે. એવા અશોકભાઇની દેશ પ્રત્યેની લાગણી અનન્ય છે. બહું સામાન્ય આર્થિક પરિસ્થિતીમાં જીવી રહેલા અશોકભાઇને દેશભક્તિનાં ફિલ્મો જોવાનો ભારે શોખ છે. તેઓનાં અંગત કલેકશનમાં એક હજાર જેટલી દેશભક્તિની ફિલ્મો છે. યુવાનોને નિ:શુલ્ક દેશભક્તિાનાં ફિલ્મોની ડિવીડી આપવાનું કારણ પૂછવામાં આવતા અશોકભાઇ જણાવે છે કે, આજની પેઢીને વાર્તા, વાંચન, લેખ કે પુસ્તકોથી પણ વિશેષ ફિલ્મો આકર્ષે છે. જો ફિલ્મો થકી પણ યુવાનોને આઝાદીનાં ઇતિહાસથી પરીચીત કરાવી શકાય તો ફિલ્મો જોવા કેમ પ્રોત્સાહિત કરવાω વિચાર તેઓને સાતેક વર્ષ પહેલા આવેલો ત્યારે પણ તેઓને સાતેક વર્ષ પહેલા આવેલો ત્યારે પણ તેઓની પાસે દેશભક્તિનાં ફિલ્મોનું ઠીક-ઠીક કલેકશન હતું. તેઓએ પોતાનાં મીત્રો પરિચીતોમાં દેશભક્તિની ફિલ્મોની ડીવીડી નિ:શુલ્ક વેંચવાનું શરૂ કર્યું. અત્યાર સુધી અંદાજે તેઓએ ત્રણહજારથી વધુ લોકોને દેશભક્તિનાં ફલ્મોની ડીવીડી પહોંચાડી છે. આશા રાખીએ અશોકભાઇની સફર ભવિષ્યમાં પણ અવિરત શરૂ રહે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો