તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર નવી આવી છે, આંદોલન ઢીલું પડવું જોઇએ: હાર્દિક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાંઝાંઝરડા રોડ ખાતે આવેલા ખાખીનગરમાં પાટીદારો દ્વારા થાળી-વેલણ વગાડી અનામત આંદોલનની કાર્યરત રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલનને ફરી વેગ આપવાનાં ઉદ્દેશ્યથી પાસ દ્વારા સરકાર સમક્ષ માંગ પહોંચે તેવો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સભામાં હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે સૌ પાટીદારોનો આભાર માન્યો હતો. તેમજ સરકાર નવી આવી છે. આંદોનલ ધીમું થવું જોઇએ, સમાજનાં સૌ લોકોએ જોડાઇને અનામત જાગૃતિ માટે એકતા રાખવી આવશ્યક ગણાવી હતી. આંદોલનમાં સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર લલિત વસોયા, જિલ્લા કન્વીનર કેતન પટેલ, સહ કન્વીનર અમિત પટેલ, પ્રવક્તા જયેશ ધોરાજીયા, શહેર કન્વીનર લાલા ત્રાંબડીયા, સહ કન્વીનર દર્શન રાદડીયા, શહેર પ્રવક્તા જય કપોપરા વગેરે પાટીદાર જ્ઞાતિ આગેવાનાે ઉપસ્થિત રહ્યા હતા.

સરકારની ઉંઘ હરામ કરવાનું આહ્વાહન

લાંબાસમયથી આંદોલન ચાલી રહ્યુ છે જેનાં કારણે સરકાર પણ બદલાઇ ગઇ છે. સરકારની ઉંઘ હરામ કરી અનામત મેળવવાનું આહ્વાહન કર્યુ હતું.

હાર્દિક પટેલે રક્ષાબંધન નિમીતે સમાજની બહેનોનો આભાર માન્યો અને ટેલીફોનિક વાતમાં જણાવ્યુ કે, સમાજની સર્વે બહેનોની રક્ષા કરીશ. તસ્વીર- મેહુલ ચોટલીયા

રક્ષાબંધનમાં બહેનોનો આભાર માન્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો