તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ પંથક પાકિસ્તાનમાં ભળવાના નવાબનાં નિર્ણયથી પ્રજા થઇ હતી ખફા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ પંથક પાકિસ્તાનમાં ભળવાના નવાબનાં નિર્ણયથી પ્રજા થઇ હતી ખફા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

આજેસમગ્ર દેશ 70માં સ્વતંત્રતા પર્વની ભાવભેર અને પુર્ણ ઉત્સાહથી ઉજવણી કરવા જઇ રહ્યુ છે. જોકે આજથી 69 વર્ષ પહેલા કઇ પરિસ્થિતિ અલગ હતી .દેશના મોટા ભાગના રજવાડા ભારતમાં ભડી ગયા હતા. જોકે કશ્મીર,હેદ્રાબાદઅને જૂનાગઢે ભારતમાં ભળવાની ઘસીને ના પાડી દેતા રાજ્યની પ્રજા ભારે વિમાસણમાં મુકાઇ ગઇ હતી. કશ્મીરના રાજા હરિસિંહ તેના રાજ્યને સ્વતંત્ર દેશનો દરજ્જો આપવા માગતા હતા. તો હેદ્રાબાદના નિઝામ અને જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજા તેના રજવાડાને પાકિસ્તાનમાં ભેળવવાનો નિર્ણય કરી લીધો હતો. તે જૂનાગઢ માં સોેથી વધુ વસ્તી હિન્દુઓની હતી.અને તે ભારતમાં ભળવા માગતી હતી. જોકે નવાબના નિર્ણયથી ભારેલા અગ્નિ જેવી સ્થિતીનુ નિર્માણ થયુ હતુ. અા વાત જ્યારે કેન્દ્રમાં પહોચી તો તેણે તુરંત નવાબ સાથે મંત્રણા કરવ પ્રસ્તાવ મુક્યો હતો.જોકે નવાબે તેન ઠુકરાવી દીધુ હતુ.કેટલાક તત્કાલીન રાજકીય વિશ્લેષકોના મતે નવાબના નિર્ણય પાછળ પાકિસ્તાન સરકારનો હાથ હતો.જૂનાગઢના નવાબને મહોરા તરીકે ઉપયોગ કરતા હતા. તેમનુ ધ્યેય ભારત સરકારનું ધ્યાન જૂનાગઢ તરફ દોરવી કશ્મીરમાં તેની પેશકદમીનુ હતુ.જૂનાગઢની પ્રજાઅે નવાબના નિર્ણયને માન્યો હતો. છેવટે ભારત સરકારે શામળદાસ ગાંધી અને અમૃતલાલ આરઝી હુકમતની સ્થાપના કરી હતી. અને અનેક લડવૈયાની લડતથી જૂનાગઢે છેક 9 નવેમ્બર 1947નાં રોજ આઝાદીનો શ્વાસ લીધો હતો. અા લડાઇમાં સુરગભાઇ વરૂ, રતુભાઇ અદાણી,મહંત ભગવાનગીરીજી, દરબાર ગોપાલદાસ, જેઠાલાલ રૂપાણી, સહિત અનેક જોડાયો હતા. ત્યારબાદ આરઝી હુકુમત સેનાનાં કારણે ભારતમાં જોડાણ થયું હતું.

@krishparmar

97 વર્ષ પહેલા પ્રજાકીય સુધરાઇ થઇ

15ઓગષ્ટ 1920નાં જૂનાગઢ સુધરાઇ ધારો છેલ્લા નવાબે કર્યો હતો. જેમાં પ્રથમ પ્રમુખ રાયબહાદુર ત્રિભોવનદાસ સાથે 9 સભ્યો જોડાયેલા હતા. 97 વર્ષ પહેલા સુધરાઇનો હોલએ આજનો ખાદી-ભંડાર છે. તેમ શોભનાબેન ભટ્ટએ જણાવ્યું હતું.

બહારવટીયો ભુપતસંગ પણ જોડાયો

સરકારદ્વારા જેવી આરઝુ હુકમતની સ્થાપના કરી નવાબ સાથે આરપારની લડાઇ શરૂ કરી ત્યારે અનેક દેશભક્ત લડાઇમાં જોડાયા હતા. જેમાં ભુપતસંગ બહાર વટીયા પણ જોડાયા ઉપરાંત દેવાયત આહિર,કાુુળુભાઇ વાંક,રામભાઇ બસીયા સહિતના લડવૈયા જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો